Gujarat Weather Forecast LIVE (May 28, 2026) | આજનું હવામાન, 28 મે 2026 | ગુજરાત હવામાન આગાહી લાઈવ: ગુજરાતમાં આજે પણ ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ગરમ પવનો ફૂંકાઇ શકે છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ શકે છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 28 May 2026 06:00 AM (IST)Updated: Thu 28 May 2026 02:42 PM (IST)

28 May 2026, 02:42 PMઆ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 31 મે અને 1 જૂનના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદની આગાહી કરી છે. મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને અરવલ્લી જિલ્લામાં હળવોથી ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
28 May 2026, 12:08 PMગુજરાતના દરિયાકાંઠે 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે
ગઈકાલે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય બનેલું ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોનિક સર્ક્યુલેશન) સમુદ્રની સપાટીથી 3.1 થી 7.6 કિલોમીટરની ઊંચાઈએ સ્થિર છે. મધ્ય અને દક્ષિણ અરબી સમુદ્રમાં છૂટાછવાયા વાદળો સાથે અત્યંત તીવ્ર હવામાન ગતિવિધિઓ પ્રવર્તી રહી છે. આ હવામાન પ્રણાલીના પ્રભાવ હેઠળ લક્ષદ્વીપ ટાપુઓ, માલદીવ અને કોમોરિન ક્ષેત્રમાં પણ મધ્યમથી તીવ્ર સ્તરની હલચલ જોવા મળી છે. દરિયાઈ સપાટી પર સર્જાયેલું હવાનું ભારે દબાણની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી શકે છે. ગુજરાતના કિનારાના વિસ્તારોમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને જખૌ, માંડવી (કચ્છ), મુન્દ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર) અને પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં 29 અને 30 મે 2026ના રોજ ભારે પવન ફૂંકાઇ શકે છે. આ વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને પવનની ગતિ વધીને 60 કિમી સુધી પહોંચવાની શક્યતા છે.
28 May 2026, 11:15 AMગુજરાતના દરિયાકાંઠે હાઇ વેવ અને સ્વેલ સર્જની ચેતાવણી
ગુજરાતના દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 28-05-2026 ના રોજ સવારથી શરૂ થઈને 29-05-2026 ની રાત સુધીના સમયગાળા દરમિયાન અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પોરબંદર જિલ્લના દરિયાકિનારે હાઇ વેવ અને સ્વેલ સર્જ વોચનું એલર્ટ જારી કરાયું છે. જ્યારે વલસાડ, સુરત, નવસારી, ભાવનગર અને ભરુચ જિલ્લાના દરિયાકિનારે સ્વેલ સર્જ વોચનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં દરિયાનકિનારે સમુદ્રના પાણીની સપાટીમાં વધારો થઇ શકે છે અને ઉંચા મોજા ઉછળી શકે છે. દરિયામાં કરંટ વધવાને કારણે માછીમારોને સાવચેતીપૂર્વક બોટ ચલાવવા અને પ્રવાસીઓને દરિયાકિનારે મનોરંજન પ્રવૃત્તિઓ દરમિયાન ખાસ તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે.
28 May 2026, 09:00 AMAhmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશ હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઇ શકે છે. આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 44 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. જ્યારે લઘુત્તમ તાપામાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગઇકાલે 27 મે 2026ના રોજ 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન અને 28.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
28 May 2026, 08:23 AMRajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરવામાં આવે તો આજે રાજકોટમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઇ શકે છે. આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે. ગઇકાલે 27 મે 2026ના રોજ મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું.
28 May 2026, 07:58 AMSurat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરવામાં આવે તો આજે સુરતમાં આકશ સ્વચ્છ રહેશે. આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગઇકાલે 27 મે 2026ના રોજ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું.
28 May 2026, 07:44 AMVadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરવામાં આવે તો આજે વડોદરામાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. આજે ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઇ શકે છે. આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી રહી શકે છે. ગઇકાલે 27 મે 2026ના રોજ વડોદરામાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી અને લઘુત્તમ તામપાન 29.8 ડિગ્રી નોંધાયું હતું.
28 May 2026, 06:43 AM30 મેથી જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા 30 મેથી 2 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આ સમયગાળા દરમિયાન અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ ગાજવીજ સથે વરસાદ થઇ શકે છે.
28 May 2026, 06:28 AMહવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે હજી કાળઝાળ ગરમી યથાવત રહેશે. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અમુક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અથવા તો તેનાથી વધુ નોંધાઇ શકે છે.
28 May 2026, 06:00 AMઆજે અમદાવાદ-ગાંધીનગરમાં ગરમ પવનો ફૂંકાઇ શકે
ગુજરાતના દરિયાકાંઠના વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઇ શકે છે. જેના કારણે આ વિસ્તારોમાં અસ્વસ્થતા સર્જાઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે ગરમ પવનો ફૂંકાઇ શકે છે.
28 May 2026, 06:00 AM44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું
ગઇકાલે 27 મે 2026ના રોજ નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી નોંધાયું છે, ત્યારબાદ અમદાવાદમાં 43.6 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, અમરેલીમાં 42.1 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી અને વી.વી. નગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 40.6 ડિગ્રી, ભુજમાં 39.2 ડિગ્રી, કેશોદમાં 37.4 ડિગ્રી, કંડલા પોર્ટમાં 37.5 ડિગ્રી, સુરતમાં 35.6 ડિગ્રી, નલિયામાં 35.3 ડિગ્રી, પોરબંદરમાં 35 ડિગ્રી, મહુવામાં 35 ડિગ્રી, ઓખામાં 34.2 ડિગ્રી, વેરાવળમાં 34 ડિગ્રી, દ્વારકામાં 32.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.