Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: આજે સવારથી કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આજે કચ્છમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે 15 સપ્ટેમ્બરના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 16 સપ્ટેમ્બરથી એટલે કે આવતીકાલથી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદી માહોલ રહી શકે છે.
આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતાવણી
હવામાન વિભાગ અનુસાર, આજે 15 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
16 સપ્ટેમ્બરે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે
16 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
17થી 18 સપ્ટેમ્બર હળવા વરસાદની શક્યતા
17 અને 18 સપ્ટેમ્બર 2026ના રોજ મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
19થી 21 સપ્ટેમ્બર હળવો વરસાદ થઇ શકે
19થી 21 સપ્ટેમ્બર 2026 દરમિયાન દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
