Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત; આગામી 7 દિવસ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 જૂનથી 12 જૂન સુધી સળંગ સાત દિવસ માટે વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 06 Jun 2026 03:26 PM (IST)Updated: Sat, 06 Jun 2026 03:26 PM (IST)
gujarat-weather-forecast-6-to-12-june-rain-alert-vadodara-surat-bharuch-valsad-navsari

Gujarat Weather: ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વેગીલી બની છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 જૂનથી 12 જૂન સુધી સળંગ સાત દિવસ માટે વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને વડોદરા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં મેઘરાજા વરસી શકે છે. અહીં જાણો આજે 06 જૂનથી 12 જૂન સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 06 જૂનના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

naidunia_image

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 07 જૂનના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

naidunia_image

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 08 જૂનના રોજ તાપી નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

naidunia_image

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 09 જૂનના રોજ તાપી નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

naidunia_image

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 10 જૂનના રોજ તાપી નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

naidunia_image

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 11 જૂનના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

naidunia_image

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 12 જૂનના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

naidunia_image