Commonwealth Games 2030: રમતગમતની દુનિયામાંથી ગુજરાત માટે એક ખૂબ જ મોટા અને ગર્વના સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષ 2030માં યોજાનાર પ્રતિષ્ઠિત 'કોમનવેલ્થ ગેમ્સ' (Commonwealth Games - 2030)ની મેજબાની અધિકૃત રીતે ગુજરાતને મળી ગઈ છે! રાજ્ય સરકાર દ્વારા આ વૈશ્વિક સ્તરના મહાખેલને સફળ બનાવવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
તાજેતરમાં વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રીશ્રી (રમતગમત અને યુવક સેવા વિભાગ) દ્વારા આ અંગેની સત્તાવાર વિગતો બહાર પાડવામાં આવી છે, જેણે ગુજરાતના ખેલ જગતમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે.
'Amdavad 2030 Commonwealth Games Organisation'ની રચના
કોમનવેલ્થ ગેમ્સ-2030ના ભવ્ય આયોજન અને સુચારૂ સંચાલન માટે ગુજરાત સરકારે ખાસ કમર કસી છે. વિભાગના તા. 12/08/2026ના ઠરાવ અનુસાર, કંપની એક્ટ-2013ની કલમ-8 હેઠળ "Amdavad 2030 Commonwealth Games Organisation" નામના વિશેષ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી છે.
આ કંપની અંતર્ગત રમતોના આયોજન, પ્લેસ મેનેજમેન્ટ (સ્થળોના સંચાલન) તેમજ અન્ય વ્યવસ્થાઓ માટે જરૂરી તમામ પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, કોમનવેલ્થ સ્પોર્ટ્સ, ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોશિએશન અને આંતરરાષ્ટ્રીય રમતગમત મહાસંઘો સાથે સતત પરામર્શ કરીને આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
301 કરોડ રૂપિયાનું જંગી ભંડોળ ફાળવાયું
કોઈપણ મોટા આયોજન માટે નાણાકીય વ્યવસ્થા સૌથી મહત્વની હોય છે. સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં આ પ્રોજેક્ટ માટે કુલ રૂ. 301 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જે અંતર્ગત -
| ક્રમ | આયોજનનો હેતુ | ફાળવવામાં આવેલ રકમ (રૂપિયામાં) |
| 1 | કોમનવેલ્થ ગેમ્સ-2030ના આયોજન માટે મહેસૂલ સદર | રૂ. 100 કરોડ
|
| 2 | કોમનવેલ્થ ગેમ્સ-2030ના આયોજન માટે મૂડી સદર (ટોકન જોગવાઇ) | રૂ. 1 કરોડ
|
| 3 | હોસ્ટ કોલોબોરેશન એગ્રીમેન્ટ (HCA) મુજબ હોસ્ટ ફી ની ચુકવણી | રૂ. 200 કરોડ
|
| — | કુલ ફાળવાયેલ ભંડોળ
| રૂ. 301 કરોડ
|
સરકારે હોસ્ટ કોલોબોરેશન એગ્રીમેન્ટ (HCA) અંતર્ગત જરૂરી હોસ્ટ ફી ની ચુકવણી પણ સમયસર કરી દીધી છે, જે દર્શાવે છે કે સરકાર આ ઇવેન્ટને લઈને કેટલી ગંભીર અને સક્રિય છે.
ગુજરાતી યુવાનો અને રમતવીરો માટે સુવર્ણ તક
આગામી સમયમાં અમદાવાદ અને ગુજરાત ખાતે દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ એકસાથે જોવા મળશે. આ ઇવેન્ટથી માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં, પરંતુ ગુજરાતના પ્રવાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી ક્ષેત્રે પણ અભૂતપૂર્વ વિકાસ થશે. ગુજરાતના યુવા પ્રતિભાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવાની આ એક સોનેરી તક સાબિત થશે. સરકારની આ સક્રિયતા અને આયોજનબદ્ધ કામગીરીથી સ્પષ્ટ થાય છે કે 2030ની કોમનવેલ્થ ગેમ્સ ઇતિહાસની સૌથી યાદગાર ગેમ્સમાંની એક બની રહેશે.
