Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 184 જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં 15 તાલુકામાં 4થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. પારડીમાં 6.7 અને વલસાડમાં 6.6 ઇંચ ખાબક્યો છે.
15 તાલુકામાં 4થી 7 ઇંચ સુધી વરસાદ
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા જોઇએ તો 15 તાલુકામાં 4 ઇંચથી 7 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ પારડીમાં 6.7 અને વલસાડમાં 6.6 ઇંચ પડ્યો છે. જ્યારે કામરેજમાં 5.9 અને ખેરગામમાં 5.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ (ઇંચ)માં |
| વલસાડ | પારડી | 6.7 |
| વલસાડ | વલસાડ | 6.6 |
| સુરત | કામરેજ | 5.9 |
| નવસારી | ખેરગામ | 5.8 |
| સુરત | પલાસણા | 5.4 |
| વલસાડ | ધરમપુર | 5.4 |
| વલસાડ | વાપી | 5.2 |
| વલસાડ | ઉમરગામ | 4.9 |
| તાપી | વલોદ | 4.8 |
| જૂનાગઢ | કેશોદ | 4.3 |
| જૂનાગઢ | વિસાવદર | 4.2 |
| સુરત | માંડવી | 4.1 |
| પોરબંદર | કુતિયાણા | 4.1 |
| ગીર સોમનાથ | કોડિનાર | 4.0 |
| તાપી | વ્યારા | 4.0 |
23 તાલુકામાં 2થી 4 ઇંચ વચ્ચે વરસાદ
જ્યારે રાજ્યના 23 તાલુકામાં 2 ઇંચથી 4 ઇંચ વચ્ચે વરસાદ પડ્યો છે. જેમાં ચીખલીમાં 3.7, સોનગઢ અને વડિયામાં 3.5, ડોલવણમાં 3.4, જૂનાગઢ જિલ્લા અને શહેરમાં 3.3 ઇંચ, કપરાડામાં 3.3 અને ખંભાળિયામાં 3.2 ઇંચ વરસાદ વરસ્યો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ (ઇંચ)માં |
| નવસારી | ચીખલી | 3.7 |
| તાપી | સોનગઢ | 3.5 |
| અમરેલી | વડિયા | 3.5 |
| તાપી | ડોલવાણ | 3.4 |
| જૂનાગઢ | જૂનાગઢ | 3.3 |
| જૂનાગઢ | જૂનાગઢ શહેર | 3.3 |
| વલસાડ | કપરાડા | 3.3 |
| દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | 3.2 |
| સુરત | મહુવા | 3.2 |
| પાટણ | સરસ્વતી | 3.2 |
| સુરત | બારડોલી | 3.1 |
| નવસારી | વાંસદા | 3.1 |
| રાજકોટ | ઉપલેટા | 3.0 |
| ડાંગ | આહવા | 2.8 |
| સુરત | માંગરોળ | 2.5 |
| ડાંગ | વઘઇ | 2.4 |
| નવસારી | ગણદેવી | 2.4 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 2.3 |
| ગાંધીનગર | ગાંધીનગર | 2.3 |
| રાજકોટ | ધોરાજી | 2.1 |
| સુરત | સુરત શહેર | 2.1 |
| બોટાદ | બરવાળા | 2.0 |
| પંચમહાલ | મોરવા હડફ | 2.0 |
32 જિલ્લામાં 1થી 2 ઇંચ વચ્ચે વરસાદ
રાજ્યના 32 તાલુકામાં મધ્યમ વરસાદ વરસયો હતો. જેમાં 1થી 2 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જેમાં વેરાવળ, પાટણમાં 1.9, તલાલા અને સુબિરમાં 1.8, કડી, ચાણસ્મા અને વંથલીમાં 1.7 ઇંચ વરસાદ પડ્યો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ (ઇંચ)માં |
| ગીર સોમનાથ | વેરાવળ | 1.9 |
| પાટણ | પાટણ | 1.9 |
| ગીર સોમનાથ | તલાલા | 1.8 |
| ડાંગ | સુબિર | 1.8 |
| મહેસાણા | કડી | 1.7 |
| પાટણ | ચાણસ્મા | 1.7 |
| જૂનાગઢ | વંથલી | 1.7 |
| નર્મદા | ડેડિયાપાડા | 1.5 |
| જૂનાગઢ | મેંદરડા | 1.5 |
| પંચમહાલ | ગોધરા | 1.4 |
| અમરેલી | બગસરા | 1.4 |
| જૂનાગઢ | માણાવદર | 1.4 |
| રાજકોટ | જામકંડોરણા | 1.4 |
| જૂનાગઢ | ભેસાણ | 1.3 |
| પાટણ | સિદ્ધપુર | 1.3 |
| અરવલ્લી | માલપુર | 1.3 |
| જામનગર | જોડિયા | 1.3 |
| વડોદરા | સિનોર | 1.3 |
| આણંદ | ઉમરેઠ | 1.3 |
| પાટણ | હારિજ | 1.2 |
| જૂનાગઢ | માંગરોળ | 1.2 |
| ભાવનગર | મહુવા | 1.2 |
| મહિસાગર | સંતરામપુર | 1.2 |
| સુરત | ઉમરપાડા | 1.2 |
| મહિસાગર | બાલાસિનોર | 1.2 |
| જૂનાગઢ | માળિયા-હાટિના | 1.1 |
| આણંદ | આંકલાવ | 1.1 |
| અમદાવાદ | વિરમગામ | 1.1 |
| રાજકોટ | જેતપુર | 1.0 |
| મહેસાણા | મહેસાણા | 1.0 |
| અરવલ્લી | બાયડ | 1.0 |
| નવસારી | નવસારી | 1.0 |
