Gujarat Rain News: ગુજરાતમાં સાર્વત્રિક રીતે ચોમાસું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મેહરબાન થયા હોય તેમ મૂશળધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે જળાશયો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. ગત 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં હળવોથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના ધરમપુરમાં 9.2 અને નવસારીના ખેરગામમાં 8.5 જ્યારે વલસાડના કપરાડામાં 8.1 વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો પૂર જેવી સ્થિતિ જોવા મળી છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
દક્ષિણ ગુજરાતમાં ગત 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ અને નવસારી જિલ્લામાં ખાબક્યો છે. ધરમપુર, ખેરગામ, કપરાડા, પારડી, વારી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં 5 ઇંચથી 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.
વલસાડ જિલ્લામાં ક્યા કેટલો વરસાદ
| વલસાડ જિલ્લો | વરસાદ(ઇંચમાં) |
| ધરમપુર | 9.2 |
| કપરાડા | 8.1 |
| પારડી | 7.1 |
| વાપી | 6.6 |
| વલસાડ | 5.9 |
| ઉમરગામ | 3.2 |
નવસારી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| નવસારી જિલ્લો | વરસાદ(ઇંચમાં) |
| ખેરગામ | 8.5 |
| ચીખલી | 4.8 |
| વલસાડ | 4.3 |
| જલાલપોર | 3.8 |
| ગણદેવી | 3.5 |
| નવસારી | 3.4 |
સુરત જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| સુરત જિલ્લો | વરસાદ(ઇંચમાં) |
| ઓલપાડ | 2.4 |
| કામરેજ | 2.3 |
| મહુવા | 1.9 |
| બારડોલી | 1.8 |
| માંગરોળ | 1.6 |
| પલાસણા | 1.6 |
| માંડવી | 1.5 |
| સુરત શહેર | 1.4 |
| ઉમરપાડા | 1.0 |
ભરૂચ-નર્મદા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| ભરુચ-નર્મદા જિલ્લો | વરસાદ(ઇંચમાં) |
| ભરુચ | 5.0 |
| અંકલેશ્વર | 4.9 |
| વાલિયા | 3.1 |
| હાંસોટ | 2.8 |
| નેત્રંગ | 2.8 |
| ડેડિયાપાડા | 2.5 |
| ઝગડિયા | 1.7 |
| સાગબારા | 1.3 |
| વાગરા | 1.0 |
તાપી-ડાંગ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| તાપી-ડાંગ જિલ્લો | વરસાદ(ઇંચમાં) |
| વઘઇ | 3.6 |
| આહવા | 3.0 |
| ડોલવણ | 2.6 |
| સુબિર | 1.4 |
| વલોદ | 1.2 |
સૌરાષ્ટ્રમાં ક્યાં કટેલો વરસાદ
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 6.5, ભેસાણમાં 6 ઇંચ જ્યારે અમરેલીના ધારીમાં 5.1 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 4.3 અને ભાવનગરના વલભીપુરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| જૂનાગઢ- ગીર સોમનાથ જિલ્લો | વરસાદ(ઇંચમાં) |
| વિસાવદર | 6.5 |
| ભેસાણ | 6.0 |
| તાલાલા | 3.1 |
| ઉના | 2.1 |
| મેંદરડા | 1.9 |
| જૂનાગઢ | 1.7 |
| જૂનાગઢ શહેર | 1.7 |
| ગીર ગઢડા | 1.5 |
| વંથલી | 1.4 |
| કોડિનાર | 1.3 |
| માળિયા | 1.0 |
| માંગરોળ | 1.0 |
અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| અમરેલી જિલ્લો | વરસાદ(ઇંચમાં) |
| ધારી | 5.1 |
| બગસરા | 2.3 |
| ખાંભા | 2.0 |
| રાજુલા | 1.9 |
| સાવરકુંડલા | 1.3 |
| લાઠી | 1.1 |
| લિલિયા | 1.0 |
| વડિયા | 1.0 |
ભાવનગર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| ભાવનગર જિલ્લો | વરસાદ(ઇંચમાં) |
| વલભીપુર | 4.0 |
| મહુવા | 3.5 |
| ભાવનગર | 3.3 |
| ઉમરાળા | 3.1 |
| શિહોર | 2.6 |
| ઘોઘા | 2.3 |
| જેસર | 1.4 |
| તળાજા | 1.3 |
સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમાં) |
| સુરેન્દ્રનગર | ચુડા | 4.3 |
| સુરેન્દ્રનગર | લીંબડી | 3.5 |
| બોટાદ | બરવાળા | 3.1 |
| બોટાદ | રાણપુર | 1.5 |
| સુરેન્દ્રનગર | થાનગઢ | 1.1 |
| સુરેન્દ્રનગર | સાયલા | 1.0 |
મધ્ય ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 5 ઇંચ, ધંધુકામાં 4.4, અમદાવાદ શહેરમાં 4.2, લુણાવાડામાં 3.8, કપડવંજ અને આણંદમાં 3-3 ઇંચ ખાબક્યો છે.
વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર અને છોટઉદેપુર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમાં) |
| છોટાઉદેપુર | છોટાઉદેપુર | 5.0 |
| મહિસાગર | લુણાવાડા | 3.8 |
| છોટાઉદેપુર | જેતપુર પાવી | 2.6 |
| મહિસાગર | વિરપુર | 2.4 |
| દાહોદ | સંજેલી | 1.7 |
| વડોદરા | પાદરા | 1.5 |
| મહિસાગર | બાલાસિનોર | 1.4 |
| પંચમહાલ | શહેરા | 1.3 |
| મહિસાગર | સંતરામપુર | 1.2 |
અમદાવાદ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| અમદાવાદ જિલ્લો | વરસાદ(ઇંચમાં) |
| ધંધુકા | 4.4 |
| અમદાવાદ શહેર | 4.2 |
| દસક્રોઇ | 2.5 |
| સાણંદ | 2.0 |
| દેત્રોજ | 1.8 |
| વિરમગામ | 1.5 |
| બાવળા | 1.4 |
| માંડલ | 1.3 |
આણંદ અને ખેડા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમાં) |
| ખેડા | કપડવંજ | 3.0 |
| આણંદ | આણંદ | 3.0 |
| ખેડા | નડિયાદ | 2.7 |
| ખેડા | વસો | 2.6 |
| ખેડા | માતર | 2.1 |
| આણંદ | સોજીત્રા | 2.0 |
| ખેડા | કઠલાલ | 1.5 |
| આણંદ | આંકલાવ | 1.5 |
| આણંદ | ખંભાત | 1.3 |
| આણંદ | ઉમરેઠ | 1.3 |
ઉત્તર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પોસિનામાં 3.9 ઇંચ જ્યારે તલોદ અને સિદ્ધપુરમાં 2.2 ઇંચ ખાબક્યો છે. ગાંધીનગરના દહેગામમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમાં) |
| સાબરકાંઠા | પોસિના | 3.9 |
| સાબરકાંઠા | તલોદ | 2.2 |
| પાટણ | સિદ્ધપુર | 2.2 |
| ગાંધીનગર | દહેગામ | 1.7 |
| સાબરકાંઠા | ખેડબ્રહ્મા | 1.2 |
| અરવલ્લી | ભિલોડા | 1.2 |
| અરવલ્લી | મેઘરજ | 1.1 |
| બનાસકાંઠા | અમીરગઢ | 1.1 |
| બનાસકાંઠા | દાંતા | 1.1 |
| સાબરકાંઠા | પ્રાંતિજ | 1.1 |
| મહેસાણા | ઉંઝા | 1.0 |
