Gujarat Rain News: આજે સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ મૂશળધાર વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદના કારણે જૂનાગઢમાં નદીઓ ગાંડીતૂર બની છે. ગઇકાલે જૂનાગઢમાં આભ ફાટ્યું હોય તેમ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 14 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે અંજારમાં 9 તો જામનગરમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવા તેવા દૃશ્યો સર્જાયા છે. મહત્ત્વનું છે કે, અમદાવાદમાં રાતથી જ સતત વરસાદ વરસ્યો હતો. જેને લીધે અનેક ઠેકાણે પાણી ભરાયા છે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ
જામનગર જિલ્લોઃ જામનગરમાં 8.3, જોડિયામાં 2.9, ધ્રોલમાં 2.9, જામજોધપુરમાં 1.3, કાલાવડમાં 1.5, લાલપુરમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે લાલપુરમાં 22 મી.મી. વરસાદ નોંધાયો છે
જૂનાગઢ જિલ્લોઃ વિસાવદરમાં 13.7, ભેસાણમાં 5.4, વંથલીમા 4.5, જૂનાગઢમાં 4.1, જૂનાગઢ શહેરમાં 4.1, મેંદરડામાં 3.4, માળિયા હાટિના 2.1, માંગરોળ 1.7, માણાવદર 1.7, કેશોદમાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજકોટ જિલ્લોઃ જામકંડોરણામાં 4.4, જેતપુરમાં 3.5, ધોરાજીમાં 2.7, ઉપલેટામાં 2.2 ઇંચ વરસાદ પડ્યો છે.
અમરેલી જિલ્લોઃ અમરેલી જિલ્લામાં રાજુલામાં 4.5, ખાંભામાં 3.4, લિલિયામાં 2.3, અમરેલીમાં 1.8, સાવરકુંડલામાં 2.4, બગસરામાં 1.7, ધારીમાં 2.6, જાફરાબાદમાં 1.8 ઇંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર જિલ્લોઃ ભાવનગરના મહુવામાં 3.6, વલભીપુરમાં 1.2, ઉમરાળામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જેસરમાં 21 મી.મી. વરસાદ પડ્યો છે.
બોટાદ જિલ્લોઃ બરવાળામાં 5.2, ગઢડામાં 1.6 ઇંચ વરસાદ પડ્યો છે.
ગીર સોમનાથ જિલ્લોઃ ગીર ગઢડામાં 3.1, તાલાલામાં 2.6, કોડિનારમાં 1.8, સુત્રાપાડામાં 1.4, ઉનામાં 1.7, વેરાવળમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે.
કચ્છ જિલ્લોઃ અંજારમાં 9.2, ગાંધીધામમાં 4.4, ભચાઉમાં 2.1 અને ભુજમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
વલસાડ જિલ્લોઃ કપરાડામાં 6.3, ધરમપુરમાં 4.7, વલસાડમાં 3.2, પારડીમાં 2.0, ઉમરગામમાં 1.5 અને વાપીમાં 1.4 ઇંચ વરસાદ પડ્યો છે.
સુરત જિલ્લોઃ બારડોલીમાં 3.8, ઉમરપાડામાં 2.8, માંડવીમાં 2.3, મહુવામાં 1.3, પલાસણામાં 1.3 ઇંચ જ્યારે માંગરોળમાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે.
તાપી જિલ્લોઃ વ્યારામાં 4.3, વલોદમાં 2.5, સોનગઢમાં 2.4, ઉચ્છલમાં 2 અને ડોલવણમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે.
નવસારી જિલ્લોઃ ખેરગામમાં 3.7, વાંસદામાં 2.6, ચીખલીમાં 1.7, જલાલપોરમાં 1.3, ગણદેવીમાં 1.3 અને નવસારીમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે.
ડાંગ જિલ્લોઃ આહવામાં 2.8, સુબિરમાં 2.4, વઘઇમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે.
મધ્ય ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
અમદાવાદ જિલ્લોઃ અમદાવાદ જિલ્લામાં ધંધુકા અને ધોલેરામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. ધંધુકામાં 2.7 ઇંચ અને ધોળકામાં 1.1 ઇંચ વરસાદ પડ્યો છે.
દાહોદ જિલ્લોઃ દાહોદ અને સંજેલીમાં 1.1 ઇંચ જ્યારે ઝાલોદમાં 23 મી.મી. વરસાદ ખાબક્યો છે.
નર્મદાના નાંદોદ અને સાગબારામાં 1 ઇંચ, તિલકવાડામાં 1.1, સુરેન્દ્રનગરના લીંબડીમાં 1.9 ઇંચ અને પાટણના સમીમાં 1.5 વરસાદ વરસ્યો છે.
