Gujarat News Today Live 14 October, 2026 : ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI)ના નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCOE) ખાતે 17મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-SAI કબડ્ડી ટૂર્નામેન્ટ 2026-27નો પ્રારંભ થયો છે. 15 ઓક્ટોબર સુધી ચાલનારી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના 13 STC અને NCOE કેન્દ્રોના 213થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં 147 છોકરાઓ અને 66 છોકરીઓનો સમાવેશ થાય છે. જયપુર, ધારવાડ અને ચેન્નઈની વિજયી શરૂઆત થઈ છે.

દહેજમૃત્યુ-ઘરેલુ હિંસા કેસમાં 90 દિવસમાં આરોપ ઘડવા હાઈકોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર ગુજરાત હાઈકોર્ટે દહેજમૃત્યુ અને ઘરેલુ હિંસાના કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યની તમામ જિલ્લા અદાલતોને મહત્ત્વનો પરિપત્ર જારી કર્યો છે. આ મુજબ, ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપીઓની હાજરી સુનિશ્ચિત કરીને 60થી 90 દિવસની અંદર આરોપ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત, 3 વર્ષથી વધુ સમયથી પડતર કેસોની માસિક કે ત્રિમાસિક સમીક્ષા કરવા, બિનજરૂરી મુદતો ટાળવા અને સાક્ષીઓની જુબાની માટે અગાઉથી ચોક્કસ સમયપત્રક તૈયાર કરી રોજેરોજ સુનાવણી હાથ ધરવા કડક તાકીદ કરવામાં આવી છે.
મગફળીના મબલખ ઉત્પાદન છતાં સિંગતેલનો ડબ્બો રૂ. 3000ને પાર
ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર પહોંચ્યું હોવા છતાં, સિંગતેલના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચીને રૂ. 3000ને પાર થઈ ગયા છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો ટાણે જ સૌરાષ્ટ્રની તેલલોબીએ માત્ર ચાર દિવસમાં 15 કિલોના ડબ્બા પાછળ રૂ. 85નો તોતિંગ વધારો ઝીંકી દેતા ભાવ રૂ. 2955થી 3005ની સપાટીએ પહોંચ્યા છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં મગફળીનું ઉત્પાદન 29 ટકા અને ગુજરાતમાં ગત વર્ષે 40 ટકા વધ્યું છે, તેમજ ચાલુ વર્ષે પણ અંદાજે 50.33 લાખ ટન ઉત્પાદન સાથે 10 ટકાના વધારાનો અંદાજ છે.
ગાંધીનગરમાં 17મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-SAI કબડ્ડી ટુર્નામેન્ટનો પ્રારંભ
ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI)ના નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCOE) ખાતે 17મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-SAI કબડ્ડી ટૂર્નામેન્ટ 2026-27નો પ્રારંભ થયો છે. 15 ઓક્ટોબર સુધી ચાલનારી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના 13 STC અને NCOE કેન્દ્રોના 213થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં 147 છોકરાઓ અને 66 છોકરીઓનો સમાવેશ થાય છે. જયપુર, ધારવાડ અને ચેન્નઈની વિજયી શરૂઆત થઈ છે.