Gujarat Teachers Penalty: રાજ્યના શિક્ષકો BLO તરીકે ગેરહાજર રહેશે તો ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરાવામાં આવશે

કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા BLOના ઓર્ડર વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી કર્મચારીઓને જુદા જુદા સંવર્ગને ધ્યાને રાખી આપવા માટે સૂચના આપવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 05 Nov 2025 04:34 PM (IST)Updated: Wed 05 Nov 2025 05:34 PM (IST)
gujarat-news-arrest-warrant-may-lead-against-govt-school-teachers-for-absence-from-duty-632887

Gujarat Government Teachers Arrest Warrant: ઇલેક્શન કમિશનની જાહેરાત પછી રાજ્યભરમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રીવિઝનની એટલે કે મતદાર યાદીના ખાસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્યના પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને BLO ની કામગીરીના ઓર્ડર કરવામાં આવ્યા છે. પરંતુ જેમાં મીટિંગમાં BLO તરીકે હાજર ન રહેનાર સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષણિક સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

BLO કામગીરી સામે શિક્ષકોનો વિરોધ જોવા મળ્યો

શિક્ષકોને બુથ લેવલ ઓફિસર તરીકેની અપાયેલી કામગીરીમાં તેઓ ગેરહાજર રહેશે તો ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષણિક મહાસંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. શૈક્ષિણિક સંઘે આ નિયમ દૂર કરવા અથવા તો આ પ્રથા બંધ કરવાની માંગ કરીને BLO ની કામગીરી માત્ર શિક્ષકોને જ ન આપી અન્ય સંવર્ગના કર્મચારીઓને પણ આપવાની રજૂઆત કરાઇ છે.

શિક્ષક સંઘે શું કહ્યું?

શૈક્ષિક સંઘે રજૂઆત કરી હતી કે, જો કોઈ શિક્ષક-કર્મચારી કોઈ ખાસ કે અન્ય કારણોસર કામગીરી-મીટિંગમાં હાજર ન રહે તો તેની સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરવાનો નિયમ 'ગુલામ પ્રથા' જેવી પ્રથા છે. શિક્ષક સિવાયના અન્ય કોઈ કર્મચારી દ્વારા ભૂલ થાય તો ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયો હોય તેવું ધ્યાનમાં નથી ત્યારે શિક્ષકો સામે જ આવો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે? શિક્ષકોનું સમાજમાં સન્માન જળવાઈ રહે તે માટે આ પ્રથા દૂર કરવા માટે જણાવ્યું છે.

કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા BLOના ઓર્ડર વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી કર્મચારીઓને જુદા જુદા સંવર્ગને ધ્યાને રાખી આપવા માટે સૂચના આપવામાં આવી છે. આમ છતાં પણ કુલ BLO ની જગ્યાના 90 ટકાથી વધુ જગ્યામાં શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. જો BLO તરીકે શિક્ષક મિટિંગમાં કે કામગીરીમાં હાજર ન રહે તો એવામાં સ્કૂલમાં વેકેશન હોવાથી શિક્ષકો પણ ખુલાસાની યોગ્ય તક આપવી જોઈએ. હાલ રજાઓમાં વતન કે કોઈ સ્થળે ફરવા ગયા હોય કે પ્રસંગમાં ગયા હોય તો તેઓ હાજર ન રહી શકે ત્યારે તેઓને તક આપવી જોઈએ.