Gujarat Unseasonal Rain News: રાજ્યમાં શિયાળો શરૂ થઈ ગયો છે. શિયાળામાં ઠંડીની સાથે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે આ સાથે લોકો પણ બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અત્યારે અરબ સાગરમાં સક્રિય સિસ્ટમને લીધે રાજ્યમાં સાર્વત્રિક માવઠા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં માવઠા થયા છે. જેમાં રાજુલામાં 2.83 ઈંચ વરસાદ થયો છે. જ્યારે 10 તાલુકામાં 1 ઈંચથી વધુ માવઠાનો વરસાદ થયો છે.
છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદના આંકડા
- પોરબંદર તાલુકામાં 2.83 ઈંચ વરસાદ નોંધાયો છે.
- ધંધુકા તાલુકામાં 2.48 ઈંચ વરસાદ નોંધાયો છે.
- લોધિકા તાલુકામાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે.
- સંખેડા તાલુકામાં 1.54 ઈંચ વરસાદ નોંધાયો છે.
- ઉમરાળા તાલુકામાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે.
- ચૂડા તાલુકામાં 1.26 ઈંચ વરસાદ નોંધાયો છે.
- ગરુડેશ્વર તાલુકામાં 1.22 ઈંચ વરસાદ નોંધાયો છે.
- સાયલા તાલુકામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે.
- જંબુસર તાલુકામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે.
- સુબિર તાલુકામાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો છે.
