નવરાત્રીમાં ગરબા એન્ટ્રી વિવાદ વચ્ચે ધૂમ: IPS સફીન હસન અને વડોદરામાં સોફિયા અન્સારી ગરબે ઘૂમ્યા, વીડિયો વાયરલ!

ગુજરાતમાં ગરબામાં અન્ય ધર્મના લોકોના પ્રવેશ મુદ્દે હિન્દુ સંગઠનોના વિરોધ વચ્ચે IPS સફીન હસન અને સોફિયા અન્સારીના ગરબા રમતા વીડિયો વાયરલ થયો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 19 Oct 2026 03:24 PM (IST)Updated: Mon, 19 Oct 2026 03:24 PM (IST)
gujarat-navratri-garba-entry-controversy-ips-safin-hasan-sofia-ansari-video-aditya-gadhvi

Gujarat Navratri 2026: ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવનો ઉત્સાહ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ જેવા સંગઠનો ગરબા કાર્યક્રમોમાં અન્ય ધર્મના લોકોના પ્રવેશનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ દરમિયાન, દેશના સૌથી યુવા IPS અધિકારી સફીન હસન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોફિયા અન્સારીના ગરબા રમતા વીડિયો વાયરલ થયા છે.

કાજલ હિન્દુસ્તાનીએ આદિત્ય ગઢવીની આલોચના કરી

બીજી તરફ ગરબામાં અન્ય ધર્મના યુવકોના પ્રવેશ મુદ્દે સમર્થન આપવા બદલ લોકગાયક આદિત્ય ગઢવી અને હાર્દિક દવને હિન્દુત્વવાદી નેતા કાજલ શિંગળા અને અન્ય લોકોએ તીવ્ર આલોચના કરી છે. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિન્દુત્વવાદી સંગઠનો ગરબા ઉત્સવમાં વિધર્મીઓના પ્રવેશ સામે વિરોધ ઉઠાવતા હોય છે.

સુરતના ઓલપાડમાં, જ્યારે કિરણ મેડિકલ કોલેજના સંચાલકોએ તેમના સ્ટાફ માટે ગરબાનું આયોજન કર્યું તેમાં અન્ય ધર્મના યુવક અને યુવતીઓ શામેલ થાય તેના પર હિન્દુ સંગઠનોના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા.

અમદાવાદમાં ગરબા પ્રવેશ વિવાદ

અમદાવાદના એક ગરબા કાર્યક્રમમાં, આયોજકોએ અન્ય ધર્મના યુવકોને સ્થળ છોડી દેવા કહ્યું. લોકગાયક આદિત્ય ગઢવીએ તેનો વિરોધ કરતા કહ્યું ,કે ગરબા એ માતાજીની આરાધનાનો તહેવાર છે અને તેઓ ધર્મના આધારે થતો ભેદભાવ સ્વીકારશે નહીં.

લોકગાયક હાર્દિક દવેએ પણ આ જ વિચાર વ્યક્ત કરતા ગરબામાં તમામ ધર્મના યુવક-યુવતીઓની ભાગીદારીને આવકારી હતી. તેના જવાબમાં, હિન્દુત્વવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, લોકગાયકોએ ધાર્મિક પરંપરાઓનું સન્માન કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ તહેવાર આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને તેમાં અન્ય ધર્મના લોકોને ભાગ લેવાની મંજૂરી આપી શકાય નહીં.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મીડિયા સલાહકાર રહી ચૂકેલા જય થરૂરે આ પોસ્ટ શેર કરી અને ટિપ્પણી કરી કે આદિત્યએ થોડી હિંમત બતાવવી જોઈએ જેનો અર્થ એ છે કે તેમણે ગરબામાંથી અન્ય ધર્મના યુવકોને બાકાત રાખવાનું સમર્થન કરવું જોઈએ.

IPS સફીન હસનનો વીડિયો વાયરલ થયો

દરમિયાન, એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુવા IPS અધિકારી સફીન હસન એક બાળકને ખોળામાં લઈને ગરબા રમી રહ્યા છે. આ ઉપરાંત, વડોદરામાં ઈન્ફ્લુએન્સર સોફિયા અન્સારી ગરબા કરી રહી હોય તેવો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ, સુરતના કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ એક પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, સોફિયા ગરબે ઘૂમી રહી છે? જેને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પ્રશંસાની સાથે શેર પણ કરી રહ્યા છે. સોફિયાની જગ્યાએ કોઈ શફી મોહમ્મદ જેવી વ્યક્તિએ ગરબા કર્યા હોત. તો શું તેમને પણ આટલું જ મહત્વ મળ્યું હોત?,