Gujarat Monsoon 2024: કચ્છ જિલ્લામાં સંભવિત વાવાઝોડાની અસરના પગલે ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે ભારે પવન ફુંકાવાથી આજે સવારે વરસાદનું જોર ઘટ્યું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 23 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ કચ્છના મુન્દ્રામાં પડ્યો છે.
10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો
આજે સવારે 10 વાગ્યા સુધીમાં મુન્દ્રામાં 1 ઇંચ જ્યારે અંજારમાં 15 મિ.મી., દ્વારકામાં 7, જોડિયામાં 6, ભુજ, અબડાસા, વાવ અને નડિયાદમાં 3-3 મિ.મી., ખેરાલુ, કલોલ, જામકંડોરણા, વંથલી, જાફરાબાદ, પલસાણા અને જલાલપોરમાં 2-2 મિ.મી. વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નખત્રાણા, રાજકોટ, માતર, ઝગડિયા, વલસાડ, માળિયા, વાંકાનેર અને ઉનામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ગઇકાલે 222 તાલુકામાં થઇ હતી મેઘ મહેર
ગઇકાલે રાજ્યના 222 તાલુકામાં મેઘ મહેર થઇ હતી. જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 15.3 ઇંચ, મુન્દ્રામાં 8.5, અબડાસામાં 6.4, અંજારમાં 3.1, ગાંધીધામમાં 2.6, ભુજમાં 2.4 અને લખપતમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દ્વારકામાં 7.3 ઇંચ વરસાદ નોંધાયો હતો.
