Gujarat Monsoon 2024: આજે સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોટાભાગના તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના તાલુકાઓમાં મેઘો ધોધમાર વરસ્યો છે. કચ્છના માંડવીમાં બપોર સુધીમાં મૂશળધાર 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય મુન્દ્રામાં 4.9 અને દ્વારકામાં 4.6 ઇંચ વરસાદ વરસ્યો છે.
13 તાલુકામાં 1થી 9 ઇંચ સુધી વરસાદ
રાજ્યના 13 તાલુકામાં બપોરે 2 વાગ્યા સુધીમાં 1થી 9 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છના માંડવીમાં 9.1 ઇંચ અને મુન્દ્રામાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દ્વારકામાં 4.6 ઇંચ, અબડાસામાં 2.4, અંજારમાં 1.9, લોધીકામાં 1.7, ગાંધીધામમાં 1.5, ભચાઉમાં 1.4, ખંભાળિયામાં 1.3, ભુજમાં 1.3, ચુડામાં 1.3, ચોટીલામાં 1.2, જોડિયામાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો
21 તાલુકામાં 10થી 22 મિ.મી. સુધી વરસાદ
જ્યારે 21 તાલુકામાં 10થી 22 મિ.મી. સુધી વરસાદ નોંધાયો છે. જેમાં ભેસાણમાં 22 મિ.મી., લીંબડીમાં 21, નખત્રાણામાં 19, કોટડા સાંગાણીમાં 19, લખપતમાં 18, જામજોધપુરમાં 16, જામનગરમાં 15, ધ્રોલમાં 15, કપરાડામાં 14, રાપરમાં 12, માણસાામં 12, ગોંડલમાં 12, વિસાવદરમાં 12, કલ્યાણપુરમાં 12, સુઇગામમાં 11, સતલાસણામાં 11, પ્રાંતિજમાં 11, કાલાવડમાં 11, ઉમરપાડામાં 11, ટંકારામાં 11 અને રાજુલામાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.
