Gujarat Media Club Garba Festival: ગુજરાત મીડિયા ક્લબ (GMC) અને ભારત કૂલના સંયુક્ત ઉપક્રમે શનિવારે ગરબા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના 'અટલ કલામ સભાગૃહ' ખાતે આયોજિત આ મહોત્સવમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, મહાનગરપાલિકા કમિશનર બી. પાની અને યુનિવર્સિટીના કુલપતિ જગદીશ જોશીએ મા અંબાની પવિત્ર આરતી કરી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
આઈજી, વરિષ્ઠ પત્રકારો અને કમિશનરોએ પરિવાર સાથે માણી ગરબા રાસ
આ ગરબા મહોત્સવમાં શહેરના અનેક ઉચ્ચ અધિકારીઓ અને પત્રકાર જગતની હસ્તીઓ એકસાથે જોવા મળી હતી. આ પ્રસંગે ભારતના પૂર્વ માહિતી કમિશનર અને વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકર, ગુજરાત પોલીસના આઈજી સૌરભ, ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સહિત અનેક મહાનુભાવો, મીડિયા ક્લબ સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકારો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી ફિલ્મ 'અંબા'ની સ્ટારકાસ્ટ રહી મુખ્ય આકર્ષણ
આ મહોત્સવમાં આગામી ગુજરાતી ફિલ્મ "અંબા" ના પ્રમોશન માટે આવેલા કલાકારોએ પણ વિશેષ પ્રસ્તુતિ આપી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટ દ્વારા કરવામાં આવેલી પ્રસ્તુતિ અને તેમની હાજરી સમગ્ર સમારોહ દરમિયાન ખેલૈયાઓ અને પત્રકાર પરિવારો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

