LIVE BLOG

Gujarat News Today Live: કચ્છમાં પદયાત્રીઓની સુરક્ષા માટે તંત્ર એલર્ટ: ASP, DYSP સહિતના અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગ

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 12 Oct 2026 06:54 AM (IST)Updated: Mon, 12 Oct 2026 07:00 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-12-october-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 12 October, 2026 : આજના ભાગદોડ ભરેલા સમયમાં મહત્વના સમાચાર કે આપણી આસપાસ બનતી ઘટનાઓ તમે વાંચવાની ચૂકી ન જાઓ એ માટે અહીં ગાંધીનગર સચિવાલયથી લઈને નાના ગામને અસર કરતા સમાચાર સંક્ષિપ્તમાં આપવામાં આવી રહ્યા છે. રાજ્યભરના તાજા સમાચાર અને મહત્વના નિર્ણયો, ગુજરાતના રાજકારણ, વહીવટી તંત્રના મોટા નિર્ણયો, લોકહિતની યોજનાઓ, બ્રેકિંગ ન્યૂઝ સહિતનાનું કોઈ પણ મહત્વનું અપડેટ ચૂકી ન જાઓ તે માટે આ પેજને સમયાંતરે રિફ્રેશ કરતા રહો.

12 Oct 2026, 06:57 AM

કચ્છમાં પદયાત્રીઓની સુરક્ષા માટે તંત્ર એલર્ટ: ASP, DYSP સહિતના અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગ

કચ્છમાં પદયાત્રીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. પદયાત્રીઓની સુરક્ષાના ભાગરૂપે ASP, DYSP અને અધિક કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રસ્તા પર ઉતરીને રાત્રિ દરમિયાન પદયાત્રા માર્ગનું ફૂટ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરી અંતર્ગત અધિકારીઓએ ભારે ભીડ વચ્ચે સુરક્ષા વ્યવસ્થાની સઘન ચકાસણી કરવાની સાથે ટ્રાફિકવાળા વિસ્તારોની સમીક્ષા કરી હતી. તદુપરાંત, પદયાત્રા માર્ગ પર આવતા વિવિધ અવરોધોને તાત્કાલિક દૂર કરીને રસ્તાને સંપૂર્ણપણે ભીડમુક્ત કરી યાત્રિકો માટે સુરક્ષિત માહોલ ઊભો કરવામાં આવ્યો હતો.