LIVE BLOG

Gujarat News Today Live: ખેરાલુ નજીક આધેડ પર ફાયરિંગ; ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ રીફર, 2 શંકાસ્પદ ઝડપાયા

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 11 Sep 2026 07:45 AM (IST)Updated: Fri 11 Sep 2026 03:20 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-11-september-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 11 September, 2026 : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નંદાલી વિસ્તારમાં મોડી રાત્રે પોતાના ખેતરે પગપાળા જઈ રહેલા કનુસિંહ પરમાર નામના વ્યક્તિ પર અગાઉથી છુપાઈને બેસેલા અજાણ્યા શખ્સોએ દેશી બંદૂકથી ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ છે. ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા કનુસિંહને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તાકીદે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના પગલે સક્રિય થયેલી પોલીસે હુમલામાં સંડોવણી હોવાની શંકાના આધારે હાલ 2 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

11 Sep 2026, 03:20 PM

ખેરાલુ નજીક આધેડ પર ફાયરિંગ, 2 શંકાસ્પદ ઝડપાયા

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નંદાલી વિસ્તારમાં મોડી રાત્રે પોતાના ખેતરે પગપાળા જઈ રહેલા કનુસિંહ પરમાર નામના વ્યક્તિ પર અગાઉથી છુપાઈને બેસેલા અજાણ્યા શખ્સોએ દેશી બંદૂકથી ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ છે. ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા કનુસિંહને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તાકીદે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના પગલે સક્રિય થયેલી પોલીસે હુમલામાં સંડોવણી હોવાની શંકાના આધારે હાલ 2 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

11 Sep 2026, 03:18 PM

ઓલપાડ નજીક અકસ્માત: ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર યુવતીનું મોત

સુરતના ઓલપાડ તાલુકાના સાયણ-દેલાડ રોડ પર એક બેફામ ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા 28 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં યુવતી ડમ્પરના આગળના ટાયરમાં આવ્યા બાદ પાછળના ટાયર નીચે પણ નિર્દયતાપૂર્વક કચડાઈ હોવાનું સ્પષ્ટ દેખાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીનું શરીર ક્ષત-વિક્ષત થઈ જતાં ઘટનાસ્થળે લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

11 Sep 2026, 02:54 PM

ડભોઈના થુવાવીમાં 11 ફૂટનો મહાકાય મગર આવી ચડતાં ફફડાટ

ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર અને ભયાનક ઘટના સામે આવી છે, જેમાં 11 ફૂટ જેટલો મહાકાય મગર ગામના મુખ્ય માર્ગ પર આવી પહોંચતાં સ્થાનિક રહીશોમાં ભારે અફડાતફડી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ગામના તળાવમાંથી અચાનક બહાર નીકળી આવેલો આ હિંસક જળચર જીવ જાહેર રસ્તા પર મુક્તપણે લટાર મારતો જોવા મળતાં જ વાહનચાલકો અને ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અંધારાના સમયે બનેલી આ ઘટનાને કારણે ગામમાં ક્ષણભર માટે ભયંકર સન્નાટો અને સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યાપી ગઈ હતી.

11 Sep 2026, 02:53 PM

વલ્લભ વિદ્યાનગરમાં દૂષિત ભોજનથી ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ બીમાર

શૈક્ષણિક નગરી વલ્લભ વિદ્યાનગરની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં મોડી રાત્રે પીરસાયેલા ભોજન બાદ મોટી હોનારત સર્જાઈ છે. રાત્રિના મેનુમાં સામેલ પનીરનું શાક અને ફ્રૂટ સલાડ આરોગ્યા બાદ અચાનક વિદ્યાર્થિનીઓની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. અસહ્ય પેટનો દુખાવો, સતત ઝાડા અને ઊલટીની ફરિયાદો સાથે જોતજોતામાં ૨૦૦થી વધુ છાત્રાઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બનતાં સારવાર અર્થે હોસ્પિટલ ખેડવામાં આવ્યા હતા.

11 Sep 2026, 11:53 AM

ગામડામાં ઘર ધરાવતા જવાનોને ‘મિલકત વેરા’માંથી સંપૂર્ણ મુક્તિ

ગુજરાત સરકારે દેશની સુરક્ષા માટે સરહદો પર દિવસ-રાત ફરજ બજાવતા જવાનો અને તેમના પરિવારોના સન્માનમાં મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કરીને ફરજ બજાવતા સંરક્ષણ દળોના વર્તમાન જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓના પોતાના રહેણાંક મકાનને ‘પંચાયત કર’માંથી મુક્તિ આપવાની જોગવાઈ કરી છે.

11 Sep 2026, 11:37 AM

નડિયાદમાં નવી કારમાં ડિસ્કાઉન્ટની લાલચ આપી 8.60 લાખની છેતરપિંડી

નડિયાદમાં જૂની ગાડી ઊંચી કિંમતે એક્સચેન્જ કરાવી નવી કાર પર ભારે ડિસ્કાઉન્ટ અપાવવાના બહાને એક સ્થાનિક વકીલ સાથે 8.60 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ટાટા પ્રોગ્રેસીવ શોરૂમના તત્કાલીન મેનેજર રાજન જોશી અને અન્ય સ્ટાફ સામે નડિયાદ પોલીસ મથકે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

11 Sep 2026, 07:54 AM

અમદાવાદમાં 4 દિવસની હડતાળ સમેટાઈ

અમદાવાદમાં છેલ્લા 4 દિવસથી ચાલતી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે અને શુક્રવારથી મુસાફરો માટે સેવાઓ રાબેતા મુજબ ફરી શરૂ થઈ ગઈ છે. જોકે, વાહનચાલકો અને એગ્રીગેટર કંપનીઓ વચ્ચે ભાડાના દરને લઈને ચાલતી ખેંચતાણનો હજુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. કેબ વાહનોમાં રિક્ષાનું ભાડું રૂ. 18 અને ટેક્સીનું ભાડું રૂ. 21 કરવાના નવા દર મુદ્દે માત્ર 'ભારત ટેક્સી' નામની એક જ એગ્રીગેટર કંપનીએ તૈયારી દર્શાવી છે. અન્ય કંપનીઓએ માત્ર આશ્વાસન આપતાં અને ઉબેર કંપનીએ માત્ર મૌખિક તૈયારી દર્શાવતા ચાલકોમાં રોષ છે. આ કારણે ટેક્સી એસોસિએશને સ્પષ્ટ નિર્ણય લીધો છે કે તેઓ 'ભારત ટેક્સી' સિવાયની અન્ય કોઈ પણ ખાનગી કેબ કંપની સાથે જોડાઈને પોતાની સર્વિસ પૂરી પાડશે નહીં.