LIVE BLOG

Gujarat News Today Live: અમદાવાદ, સુરત અને રાજકોટને 'મોડલ સિટી' બનાવવાનો રાજ્ય સરકારનો મેગા પ્લાન

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 01 Oct 2026 07:04 AM (IST)Updated: Thu 01 Oct 2026 07:09 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-01-october-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 01 October, 2026 : તાજેતરમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય સાથે યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ આયોજન રજૂ કર્યું છે. આ યોજના મુજબ, સ્વચ્છતામાં દેશભરમાં નામના મેળવનાર ગુજરાતનાં ત્રણ મુખ્ય શહેરો - અમદાવાદ, સુરત અને રાજકોટને હવે માત્ર સ્વચ્છ ન રાખતાં આંતરરાષ્ટ્રીય સ્તરના 'મોડલ સિટી' તરીકે વિકસાવવામાં આવશે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે શહેરોમાં વિશ્વ કક્ષાનું માળખાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિગ્નલ આધારિત ટ્રાફિક વ્યવસ્થા, પ્રદૂષણમુક્ત હરિયાળું વાતાવરણ અને જાહેર સ્થળોનું આધુનિક નવિનીકરણ કરવામાં આવશે. આ સર્વાંગી વિકાસ થકી ભવિષ્યમાં ગુજરાતનાં આ મહાનગરો સમગ્ર દેશ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડશે.

01 Oct 2026, 07:09 AM

ગુજરાતના શહેરોને મોડલ સિટી' બનાવવાનો રાજ્ય સરકારનો મેગા પ્લાન

તાજેતરમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય સાથે યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ આયોજન રજૂ કર્યું છે. આ યોજના મુજબ, સ્વચ્છતામાં દેશભરમાં નામના મેળવનાર ગુજરાતનાં ત્રણ મુખ્ય શહેરો - અમદાવાદ, સુરત અને રાજકોટને હવે માત્ર સ્વચ્છ ન રાખતાં આંતરરાષ્ટ્રીય સ્તરના 'મોડલ સિટી' તરીકે વિકસાવવામાં આવશે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે શહેરોમાં વિશ્વ કક્ષાનું માળખાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિગ્નલ આધારિત ટ્રાફિક વ્યવસ્થા, પ્રદૂષણમુક્ત હરિયાળું વાતાવરણ અને જાહેર સ્થળોનું આધુનિક નવિનીકરણ કરવામાં આવશે. આ સર્વાંગી વિકાસ થકી ભવિષ્યમાં ગુજરાતનાં આ મહાનગરો સમગ્ર દેશ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડશે.