Gujarat Public and Government Holidays 2026, ગુજરાત સરકારની જાહેર રજાઓ 2026, ગુજરાત 2026 જાહેર રજાઓની લિસ્ટ: આજથી નવા વર્ષ 2026 નો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2026 માટેની જાહેર અને મરજિયાત રજાઓની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારની કચેરીઓ, પંચાયતો અને નિગમોના કર્મચારીઓ માટે જાહેર કરાયેલા આ કેલેન્ડર મુજબ, આ વર્ષે કર્મચારીઓને કુલ 23 જાહેર રજાઓનો લાભ મળશે.
રવિવારે રજા આવતા કર્મચારીઓમાં નિરાશા
નવા વર્ષના કેલેન્ડરમાં સરકારી કર્મચારીઓ માટે એક માઠા સમાચાર પણ છે. વર્ષ 2026 માં દિવાળી જેવા સૌથી મોટા તહેવાર સહિત કુલ 3 મહત્વની રજાઓ રવિવારે આવી રહી છે. જેમાં મહાશિવરાત્રિ, પરશુરામ જયંતિ અને દિવાળીનો સમાવેશ થાય છે. સરકારી નિયમો અનુસાર, રવિવારે આવતી જાહેર રજાના બદલામાં અન્ય કોઈ રજા મળતી નથી, જેના કારણે આ વર્ષે કર્મચારીઓને સીધું 3 રજાઓનું નુકસાન વેઠવું પડશે. જે મુખ્ય તહેવારો રવિવારે આવે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
બેંક અને મરજિયાત રજાઓ
આ ઉપરાંત, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ બેંકો માટે વર્ષ 2026 માં કુલ 18 રજાઓ જાહેર કરવામાં આવી છે. જ્યારે મરજિયાત (વૈકલ્પિક) રજાઓની વાત કરીએ તો, સરકાર દ્વારા કુલ 33 થી 35 જેટલી મરજિયાત રજાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાંથી કર્મચારીઓ પોતાની ધાર્મિક અને સામાજિક અનુકૂળતા મુજબ નિયત મર્યાદામાં રજાઓ પસંદ કરી શકશે.
ગુજરાત સરકાર કેલેન્ડર વર્ષ 2026 જાહેર રજા યાદી
| સામાન્ય રજાનું નામ | તારીખ | દિવસ |
| મકરસંક્રાંતિ | 14 જાન્યુઆરી, 2026 | બુધવાર |
| પ્રજાસત્તાક દિવસ | 26 જાન્યુઆરી, 2026 | સોમવાર |
| હોળી (બીજો દિવસ – ધુળેટી) | 04 માર્ચ, 2026 | બુધવાર |
| ચેટીચંદ | 19 માર્ચ, 2026 | ગુરુવાર |
| રમજાન-ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (1લી શવ્વાલ) | 21 માર્ચ, 2026 | શનિવાર |
| શ્રી રામ નવમી | 26 માર્ચ, 2026 | ગુરુવાર |
| મહાવીર જન્મ કલ્યાણક | 31 માર્ચ, 2026 | મંગળવાર |
| ગુડ ફ્રાઈડે | 3 એપ્રિલ, 2026 | શુક્રવાર |
| ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ | 14 એપ્રિલ, 2026 | મંગળવાર |
| ઈદ-ઉલ-અધા (બકરી-ઈદ) | 27 મે, 2026 | બુધવાર |
| મોહર્રમ (અશુરાહ) | 26 જૂન, 2026 | શુક્રવાર |
| (1) સ્વતંત્રતા દિવસ (2) પારસી નવું વર્ષ (પતેતી) | 15 ઓગસ્ટ, 2026 | શનિવાર |
| ઈદ-એ-મિલાદુન્નબી (પ્રોફેટ મોહમ્મદનો જન્મદિવસ) | 26 ઓગસ્ટ, 2026 | બુધવાર |
| રક્ષાબંધન | 28 ઓગસ્ટ, 2026 | શુક્રવાર |
| જન્માષ્ટમી (શ્રાવણ વદ-8) | 04 સપ્ટેમ્બર, 2026 | શુક્રવાર |
| સંવત્સરી (ચતુર્થી પક્ષ) | 15 સપ્ટેમ્બર, 2026 | મંગળવાર |
| મહાત્મા ગાંધીનો જન્મદિવસ | 02 ઓક્ટોબર, 2026 | શુક્રવાર |
| દશેરા (વિજયા દશમી) | 20 ઓક્ટોબર, 2026 | મંગળવાર |
| સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ | 31 ઓક્ટોબર, 2026 | શનિવાર |
| વિક્રમ સંવત નવા વર્ષનો દિવસ | 10 નવેમ્બર, 2026 | મંગળવાર |
| ભાઈ બીજ | 11 નવેમ્બર, 2026 | બુધવાર |
| ગુરુ નાનકનો જન્મદિવસ | 24 નવેમ્બર, 2026 | મંગળવાર |
| નાતાલ | 25 ડિસેમ્બર, 2026 | શુક્રવાર |
