Gujarat Election 2026 Voting Update: સાંજે 6 વાગ્યા સુધીના જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના મતદાનની વિગત, જાણો કયા જિલ્લામાં કેટલા ટકા થયું મતદાન

કયા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલકાઓમાં કેટલા ટકા મતદાન થયું તે અહીં જાણવા મળશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 26 Apr 2026 06:10 AM (IST)Updated: Sun, 26 Apr 2026 06:53 PM (IST)
gujarat-elections-2026-voting-live-nagarpalika-district-taluka-panchayat-voting-percentage-bjp-congress-aap-election-commission-latest-news-updates

Gujarat Election 2026 Voting Updates (ગુજરાત ચૂંટણી 2026 મતદાન): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રથમ બે કલાકમાં રાજ્યની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ધીમું મતદાન જોવા મળ્યું છે.

  • જિલ્લા પંચાયતોમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 60.68 ટકા મતદાન
  • તાલુકા પંચાયતોમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 61.35 ટકા સુધીનું મતદાન
  • નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 58.52 ટકા સુધી મતદાન

જિલ્લા પંચાયતોમાં કુલ 2889 ઉમેદવારો મેદાનમાં છે. તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 14297 ઉમેદવારો જ્યારે નગરપાલિકાઓમાં કુલ 5292 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. ગરમીના કારણે સવારના સમયે સારુ એવું મતદાન થઇ શકે છે. કયા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલકાઓમાં કેટલા ટકા મતદાન થયું તે અહીં જાણવા મળશે.

34 જિલ્લા પંચાયતમાં 2889 ઉમેદવારો મેદાનમાં

જિલ્લા પંચાયતોમાં ભાજપના 51 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે અને હવે કુલ 2889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપના 1000 અને કોંગ્રેસના 980 ઉમેદવારો વચ્ચે સીધો અને રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના 700 ઉમેદવારો અને 209 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.

જિલ્લા પંચાયતોની બેઠકો પર નજર કરીએ તો, નવસારી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 9 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. ખેડા અને પંચમહાલ જિલ્લા પંચાયતોમાં 7-7 બેઠકો, સુરત અને વડોદરામાં 4-4 બેઠકો તેમજ આણંદમાં 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. ગાંધીનગર અને પોરબંદરમાં 3 અને 2 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે અમદાવાદ, કચ્છ, જામનગર, દાહોદ, બનાસકાંઠા અને ભરૂચ જિલ્લા પંચાયતોમાં 1-1 બેઠક પર ભાજપ બિનહરીફ રહ્યું છે.

જિલ્લાવાર મતદાન વિગતો ગુજરાત જિલ્લા પંચાયત ચૂંટણી 2026 | District vise Voting Detail Gujarat District Panchayat Election 2026

મતક્ષેત્ર કુલ વોડૅ કુલ મતદાર કુલ મતદાન મતદાનની ટકાવારી
નર્મદા 22 415706 335316 80.66
ડાંગ 18 193587 149076 77.01
તાપી 26 570718 429894 75.33
વલસાડ 36 790239 561724 71.08
નવસારી 30 519910 361851 69.6
છોટા ઉદેપુર 32 754577 521759 69.15
ભરૂચ 34 848908 574551 67.68
સુરત 36 824696 556995 67.54
વડોદરા 34 793972 520013 65.5
અમદાવાદ 34 876453 573141 65.39
મોરબી 24 484233 310295 64.08
ગાંધીનગર 28 590921 373517 63.21
પંચમહાલ 38 800203 493498 61.67
દાહોદ 50 1393059 858518 61.63
વાવ-થરાદ 30 742253 453978 61.16
આણંદ 40 1036150 628377 60.65
બનાસકાંઠા 48 1404957 849205 60.44
સાબરકાંઠા 34 918195 552927 60.22
મહેસાણા 42 1136025 680276 59.88
કચ્છ 38 952619 569664 59.8
ગીર સોમનાથ 28 712036 419097 58.86
મહીસાગર 28 694898 408232 58.75
પાટણ 32 912773 535739 58.69
અરવલ્લી 30 725577 421000 58.02
સુરેન્દ્રનગર 32 861054 493358 57.3
દેવભૂમિ દ્વારકા 22 389621 220271 56.53
જામનગર 24 504071 280131 55.57
જૂનાગઢ 30 771030 423448 54.92
ખેડા 42 1016866 558219 54.9
બોટાદ 20 378000 198084 52.4
રાજકોટ 36 956575 498291 52.09
ભાવનગર 40 1140384 577181 50.61
અમરેલી 34 864880 411561 47.59
પોરબંદર 18 209391 90810 43.37

તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કુલ 14297 ઉમેદવારો મેદાનમાં

તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કુલ 14297 ઉમેદવારો મેદાનમાં છે. તાલુકા પંચાયતોમાં ભાજપના 259 ઉમેદવારો બિનહરિફ થયા છે. બાકીની બેઠકો પર ભાજપના 5079, કોંગ્રેસના 4882 અને આમ આદમી પાર્ટીના 3227 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આ સ્તરે 1009 જેટલા અપક્ષ અને અન્ય ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.

તાલુકા પંચાયતોના સ્તરે પણ ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ થયા છે, જેમાં પંચમહાલમાં સૌથી વધુ 26 બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય નવસારીમાં 24, ખેડામાં 23, સુરતમાં 21, વડોદરામાં 19, વલસાડમાં 12, આણંદમાં 12 અને અમદાવાદમાં 11 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. બનાસકાંઠામાં 9, કચ્છમાં 9, સુરેન્દ્રનગરમાં 7 અને અરવલ્લીમાં 6 બેઠકો પર બિનહરીફ વિજય નોંધાયો છે. રાજ્યભરની તાલુકા પંચાયતોમાં કુલ 9,245 ભાજપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેની સામે કોંગ્રેસના 8,443 અને AAP ના 5,263 ઉમેદવારો મેદાનમાં છે.

જિલ્લાવાર મતદાન વિગતો ગુજરાત તાલુકા પંચાયત ચૂંટણી 2026 | District vise Voting Detail Gujarat Taluka Panchayat Election 2026

જિલ્લો કુલ વોડૅ કુલ મતદાર કુલ મતદાન મતદાન ટકાવારીમાં
નર્મદા 102 415662 335393 80.69
ડાંગ 48 188337 145342 77.17
તાપી 134 567205 427732 75.41
વલસાડ 150 811677 584816 72.05
છોટા ઉદેપુર 150 754577 524825 69.55
નવસારી 132 596082 410979 68.95
સુરત 204 816951 554605 67.89
ભરૂચ 182 839564 568050 67.66
વડોદરા 170 794329 527500 66.41
અમદાવાદ 176 839296 552346 65.81
મોરબી 98 479706 308033 64.21
ગાંધીનગર 76 447122 286989 64.19
ખેડા 176 789358 491385 62.25
વાવ-થરાદ 150 737320 457208 62.01
દાહોદ 254 1392940 860503 61.78
આણંદ 192 1049531 645146 61.47
પંચમહાલ 174 814576 498676 61.22
બનાસકાંઠા 240 1384068 845667 61.1
સાબરકાંઠા 170 892050 541743 60.73
મહેસાણા 212 1130277 683568 60.48
કચ્છ 186 923655 555098 60.1
મહીસાગર 150 683005 404398 59.21
પાટણ 170 888686 524382 59.01
ગીર સોમનાથ 128 698646 411677 58.92
અરવલ્લી 146 694303 407982 58.76
સુરેન્દ્રનગર 180 824101 477119 57.9
દેવભૂમિ દ્વારકા 80 381103 216524 56.82
જામનગર 112 504641 283485 56.18
જૂનાગઢ 158 771030 415514 53.89
બોટાદ 78 378000 198084 52.4
રાજકોટ 202 936608 489418 52.25
ભાવનગર 210 1118881 570936 51.03
અમરેલી 190 848612 407002 47.96
પોરબંદર 54 201044 89725 44.63

84 નગરપાલિકાઓમાં 5292 ઉમેદવારો વચ્ચે જંગ

નગરપાલિકાઓમાં ભાજપના સૌથી વધુ 368 ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા છે. નગરપાલિકાઓમાં કુલ 5292 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. પક્ષવાર વિગતો મુજબ, અહીં ભાજપના 2164 ઉમેદવારોની સામે કોંગ્રેસે 1630 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના 639 ઉમેદવારો અને 859 અપક્ષ કે અન્ય ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

નગરપાલિકાઓમાં ભાજપનું વર્ચસ્વ નોંધપાત્ર રીતે જોવા મળ્યું છે. સુરેન્દ્રનગરની નગરપાલિકાઓમાં સૌથી વધુ 28 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ત્યારબાદ અમદાવાદમાં 24, નવસારીમાં 22, પંચમહાલમાં 21, ખેડામાં 19, અરવલ્લીમાં 18 અને ભાવનગરમાં 18 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. સુરત અને કચ્છમાં અનુક્રમે 16 અને 15 બેઠકો પર ભાજપ બિનહરીફ રહ્યું છે. આણંદ અને ગીર-સોમનાથમાં 11 અને 10 બેઠકો પર કોઈ હરીફ ન હોવાથી ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.

જિલ્લાવાર મતદાન વિગતો ગુજરાત નગરપાલિકા ચૂંટણી 2026 | District vise Voting Detail Gujarat Nagarpalika Election 2026

જિલ્લો કુલ વોડૅ કુલ મતદાર કુલ મતદાન મતદાન ટકાવારીમાં
વાવ-થરાદ 13 34765 25839 74.32
નવસારી 6 3856 2798 72.56
છોટા ઉદેપુર 7 18039 12995 72.04
જામનગર 7 19409 13884 71.53
વલસાડ 7 14329 10044 70.1
નર્મદા 7 24058 16724 69.52
વડોદરા 28 83323 57443 68.94
ખેડા 25 76812 51877 67.54
આણંદ 46 198406 133157 67.11
સુરત 29 87019 57523 66.1
તાપી 7 21643 14214 65.67
ગીર સોમનાથ 32 201923 126345 62.57
મહેસાણા 40 124655 76678 61.51
ભરૂચ 33 219004 133727 61.06
અમદાવાદ 24 110700 66254 59.85
મોરબી 19 42533 25155 59.14
અરવલ્લી 15 62459 36456 58.37
ગાંધીનગર 18 131749 76675 58.2
દેવભૂમિ દ્વારકા 15 54732 31691 57.9
દાહોદ 9 66777 38388 57.49
પંચમહાલ 18 137350 78155 56.9
પાટણ 20 149370 84731 56.73
કચ્છ 43 246107 133790 54.36
બનાસકાંઠા 29 195699 106206 54.27
સાબરકાંઠા 24 114385 61817 54.04
ભાવનગર 24 126608 67857 53.6
સુરેન્દ્રનગર 28 86992 45866 52.72
અમરેલી 46 207881 108744 52.31
જૂનાગઢ 9 53495 26497 49.53
રાજકોટ 11 52826 25626 48.51
બોટાદ 17 109320 52933 48.42