PM Modi-Amit Shah Gujarat visit: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટેની ઘડીઓ ગણાઈ રહી છે. લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આગામી 26 એપ્રિલ, રવિવારના રોજ આ બંને નેતાઓ અમદાવાદ ખાતે મતદાન કરશે.
PM મોદી રાણીપમાં આપશે મત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં મતદાન કરવા પહોંચશે. પ્રાપ્ત માહિતી અનુસાર, PM નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે પોતાનો મત આપશે. PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમની રૂપરેખા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતદાન અને મુલાકાત અંગેનો કાર્યક્રમ પણ નક્કી થઈ ગયો છે. અમિત શાહ 26 એપ્રિલ, રવિવારના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. અમિત શાહ અમદાવાદ એરપોર્ટથી સીધા જ પોતાના મતદાન મથકે જવા રવાના થશે. તેઓ નારણપુરા વિસ્તારમાં મતદાન મથકે મત આપી લોકશાહીની ફરજ બજાવીને સીધા જ દિલ્હી જવા માટે રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં મતદાન કરવા આવવાના હોવાથી અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવશે. નાગરિકોમાં પણ પોતાના બે દિગ્ગજ નેતાઓને મતદાન મથકે જોવા માટે ભારે ઉત્સાહ છે.
