Gujarat Emergency Case Diwali 2026: દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં રોશની અને આનંદની સાથે આકસ્મિક ઘટનાઓમાં પણ મોટો વધારો નોંધાયો છે. રાજ્યમાં 108 ઈમરજન્સી મેડિકલ સેવા અને 112 ઈમરજન્સી પ્રતિસાદ સેવાના સત્તાવાર આંકડા અનુસાર, સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે ઈમરજન્સી કૉલ્સમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને વાહન અકસ્માતો, આગ લાગવાના બનાવો, મારામારી અને દાઝી જવાના કિસ્સાઓમાં મોટો ઉછાળો આવ્યો છે.

108-EMS: વાહન અકસ્માતના કેસમાં 87.49% નો વધારો
રાજ્યમાં 108 ઈમરજન્સી સેવાને સામાન્ય દિવસોમાં સરેરાશ 5,246 કૉલ્સ મળતા હોય છે, જેની સરખામણીએ દિવાળીના દિવસે 13.12% ના વધારા સાથે કુલ 5,934 ઈમરજન્સી કેસ નોંધાયા છે.

વાહન અકસ્માત (Trauma Vehicular):
સામાન્ય દિવસોના 646 કેસ સામે દિવાળી પર 1,212 કેસ નોંધાયા છે, જેમાં 87.49% નો અધધ વધારો થયો છે.
બિન-વાહન અકસ્માત (Trauma Non-Vehicular):
સામાન્ય દિવસોના 595 કેસ સામે 1,043 કેસ નોંધાયા, જે 75.17% નો ઉછાળો દર્શાવે છે.
ડાયાબિટીસ લગતી સમસ્યાઓ:
સામાન્ય દિવસોના 84 કેસ સામે 106 કેસ નોંધાયા છે (26.19% વધારો).
આ ઉપરાંત, 108 બર્ન્સ ઈમરજન્સી ડેટા અનુસાર દિવાળીના દિવસે દાઝી જવાના કુલ 62 કેસો નોંધાયા હતા, જેમાં અમદાવાદ (13 કેસ) અને સુરત (12 કેસ) મોખરે રહ્યા છે, જ્યારે કચ્છી અને રાજકોટમાં 5-5 કેસ નોંધાયા છે.

112 સેવા: આગના બનાવોમાં 565.45% નો તોતિંગ વધારો
ઈમરજન્સી સેવા 112 ના આંકડા અનુસાર, સામાન્ય દિવસોમાં નોંધાતા 3,610 બનાવોની સામે દિવાળી 2026 માં 56.54% ના ઉછાળા સાથે કુલ 5,651 ઈમરજન્સી કેસ નોંધાયા છે.

આગ લાગવાના બનાવો (Fire Related Incidents):
સામાન્ય દિવસોમાં દૈનિક સરેરાશ 55 આગના કેસ સામે દિવાળી પર 366 બનાવો બન્યા છે, જેમાં 565.45% નો વિકરાળ વધારો થયો છે.
જાહેર સ્થળોએ ઝઘડા અને મારામારી:
જાહેર સ્થળોએ બોલાચાલી/ઝઘડાના 1,651 કેસ (62.67% વધારો) અને હુમલાના 1,104 કેસ (78.93% વધારો) નોંધાયા છે.
અવાજનું પ્રદૂષણ:
ફટાકડા અને ઉજવણીના કારણે અવાજના પ્રદૂષણની ફરિયાદોમાં 205.04% નો વધારો થયો (363 કેસ).
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ આગના બનાવો
112 ઈમરજન્સી ડેટા મુજબ, રાજ્યમાં દિવાળીના દિવસે નોંધાયેલા કુલ 366 આગના બનાવોમાંથી સૌથી વધુ ઘટનાઓ મોટા શહેરોમાં ઘટી છે:
- સુરત શહેર: 82 આગના બનાવો (સુરત ગ્રામ્યમાં 37 બનાવો)
- અમદાવાદ શહેર: 56 આગના બનાવો (અમદાવાદ ગ્રામ્યમાં 11 બનાવો)
- રાજકોટ શહેર: 44 આગના બનાવો
- વડોદરા શહેર: 22 આગના બનાવો
તહેવારો દરમિયાન અકસ્માત અને આગના કિસ્સાઓ વધતાં તબીબી સેવાઓ અને ફાટ બ્રિગેડની ટુકડીઓ સતત ખડેપગે રહી હતી.
