Gujarat Crime News: ગુજરાત ATS દ્વારા ONGC ક્રૂડ ઓઈલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATS ટીમે અમદાવાદથી આ ગેંગના છ સાગરીતોની ધરપકડ કરી છે. આરોપીઓ અમદાવાદના વટવા-વિંઝોલ રીંગ રોડ પર હેપ્પી ભરવાડના પાર્કિંગ પ્લોટમાં ક્રૂડ ઓઈલની ચોરી કરી અને ONGC લખેલા ટેન્કરમાંથી આઈસર ટ્રકમાં ભરતા હતા.
ONGC પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઈલની ચોરી
આ પણ વાંચો
આ મામલાની વિગતો અનુસાર, ગુજરાત ATS DySP એસ. એલ. ચૌધરીને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારના ગફારભાઈ રંગરેજ, મોહસીન રંગરેજ, ઉસ્માનભાઈ અને ONGC માં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા નસરુદ્દીન મલેક ઉર્ફે વીકી નામના શખ્સો ONGC પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઈલની ચોરી કરીને વટવા-વિંઝોલ રિંગ રોડ પર પંચરત્ન ફ્લોરા ફ્લેટની પાછળ આવેલા હેપ્પી ભાઈ ભરવાડના પાર્કિંગમાં ઓઈલ ખાલી કરી રહ્યા છે.
પોલીસ ટીમોએ છ આરોપીઓની કરી ધરપકડ
બાતમીના આધારે પાંચ PSI અને કોન્સ્ટેબલની ટીમે હેપ્પી ભરવાડના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. આરોપીઓ ONGC ક્રૂડ ઓઈલની ચોરી કરે અમદાવાદના વટવા-વિંઝોલ રીંગ રોડ પર આવેલા હેપ્પીભાઈ ભરવાડના પાર્કિંગ પ્લોટમાં ONGC લખેલા ટેન્કરમાંથી આઈસર ટ્રકમાં ભરતા હતા. પોલીસને સ્થળ પર છ શખ્સો હાજર મળી આવ્યા હતા.
- 61 વર્ષીય ગફ્ફાર અબ્દુલભાઈ રંગરેજ (દાણીલીમડા, અમદાવાદ)
- 35 વર્ષીય મોહસીન રફીકભાઈ રંગરેજ (દાણીલીમડા, અમદાવાદ)
- 44 વર્ષીય મોહમ્મદ જાવેદ મોહમ્મદ સાબીર રંગરેજ (દાણીલીમડા, અમદાવાદ)
- 46 વર્ષીય ભીખા કાળાભાઈ ચૌહાણ (મહિજ, ખેડા)
- 42 વર્ષીય નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (સરખેજ, અમદાવાદ)
- 40 વર્ષીય રાયસંગ બચુભાઈ ઠાકોર (મહીજ, ખેડા)
8000 લીટર ક્રૂડ ઓઈલનો મુદ્દામાલ જપ્ત
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGC ઓઈલ કૂવા નંબર 26 પરથી કેશિંગ વાલ્વ મારફતે ફાઈટર પંપનીમદદથી આશરે 8000 લીટર ક્રૂડ ઓઈલની ચોરી કરી વેચાણ અર્થે લાવી આઈસર ટ્રકમાં ખાલી કરી રહ્યા હતા. ગુજરાત ATS અને પોલીસે 8000 લિટર ક્રૂડ ઓઈલ, ટેન્કર, આઈસર ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
