Ahmedabad News:અમદાવાદમાં જિજ્ઞેશ પટેલના ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનું ભવ્ય વિમોચનમાનવ જીવનની સફરમાં જ્યારે આશા અને સકારાત્મકતાનો સંચાર કરવાનો હોય ત્યારે એક ઉત્તમ પુસ્તક સાચા માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. સોમવાર, 26 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે 'મંતવ્ય ન્યૂઝ 24x7ના CMD જિજ્ઞેશ પટેલ દ્વારા લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ સંપન્ન થયો હતો. મનની વાત, મંતવ્ય રૂપે' થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝ 24x7, 'આદર્શ પ્રકાશન', 'કર્મા ફાઉન્ડેશન' અને 'ગુજરાતી બુક ક્લબ'ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને આર.જે. દેવકી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ્ હસ્તે પુસ્તકોનું વિમોચન કરાયું હતું. વિમોચિત કરાયેલાં ત્રણેય પુસ્તકો વાચકો માટે સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત બની રહેશે.
Love You જિંદગી- જીવનની દરેક પળને આનંદ, ઉત્સાહ અને આશા સાથે મનભરીને જીવવાની કળા અને પ્રેરણા આપે છે.
થિંક આઉટસાઇડ ધ બોક્સ: મર્યાદિત વિચારોમાંથી બહાર નીકળી, જૂની માન્યતાઓને ‘ડિલીટ’ કરી સર્જનાત્મકતા સાથે સફળતા મેળવવાનો રોડમેપ આપે છે.
ધ રિચેસ્ટ મેન ઇન બેબિલોન લેખક: જ્યોર્જ એસ. ક્લાસન, ગુજરાતી આલેખન: જિજ્ઞેશ પટેલ: નાણાકીય સમૃદ્ધિ, આર્થિક શિસ્ત અને ચિંતામુક્ત આત્મનિર્ભર જીવન જીવવા માટેના પ્રાચીન નિયમો સમજાવે છે.
