Gujarat ByPoll Election Results: 25 લોકસભા બેઠકની સાથે 5 વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે.
પોરબંદર વિધાનસભા બેઠક
પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના અર્જૂન મોઢવાડિયાને 133163 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના રાજુભાઈ ઓડેદરાને 16355 મત મળ્યા છે. અર્જૂન મોઢવાડિયાનો 116808 મતના માર્જીનથી વિજય થયો છે.
માણાવદર વિધાનસભા બેઠક
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના અરવિંદ લાડાણીને 82017 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના હરિભાઈ કંસાગરાને 51001 મત મળ્યા છે. અરવિંદ લાડાણીનો 31016 મતના માર્જીનથી વિજય થયો છે.
વિજાપુર વિધાનસભા બેઠક
વિજાપુર વિધાનસભા બેઠક ભાજપના ડો. સી.જે.ચાવડાને 100641 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના દિનેશ પટેલને 44413 મત મળ્યા છે. સી.જે. ચાવડાનો 56228 મતના માર્જીનથી વિજય થયો છે.
ખંભાત વિધાનસભા બેઠક
ખંભાત વિધાનસભા બેઠક પર ચિરાગ પટેલને 88457 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમારને 50129 મત મળ્યા છે. ચિરાગ પટેલનો 38328ના માર્જીનથી વિજય થયો છે.
વાઘોડયા વિધાનસભા બેઠક
વાઘોડયા વિધાનસભા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 127446 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના કનુભાઈ ગોહિલને 45338 મત મળ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા 82108 મતના માર્જીનથી જીત્યા છે.
