Gujarat Schools Bomb Threat: ફરી એકવાર સોમવારની સવારે ગુજરાતની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. વડોદરા અને અમદાવાદ શહેરની લગભગ 30 જેટલી શાળાને ધમકીભર્યા મેઈલ મળ્યા હતા. આ અંગે પોલીસ વિભાગને જાણ કરતા તાત્કાલિક બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ સાથે પોલીસ ટીમો સ્થળ પર પહોંચી છે.
અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેઈલ
હાલ મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરની મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલી A વન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા ઇમેલ મળ્યા છે. વધુમાં, આ ઉપરાંત અમદાવાદની નિરમા યુનિવર્સિટીને પણ બોમ્બની ધમકી મળી છે.
Gujarat | Several schools in Ahmedabad received bomb threats through email. The threat mail also mentioned "turning India into Khalistan": District Education Officer, Ahmedabad
— ANI (@ANI) February 16, 2026
વડોદરામાં પણ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
બીજી તરફ વડોદરાની જાણીતી ડી.આર. અમીન, ઊર્મિ અને નાલંદા સ્કૂલને પણ આવા જ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વધુમાં, બગીખાનાની બરોડા હાઈસ્કૂલ, નવયુગ શાળા, જીવન સાધના શાળા, ડભોઈની AWS અને ખોડિયારનગરની શાનેન શાળાને ધમકી મળી હતી.
અમદાવાદની આ સ્કૂલોને મળી ધમકી
- DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
- એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
- એ વન સ્કૂલ, સેટેલાઇટ
- અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર
- સંત કબીર, નવરંગપુરા
- સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર
- તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ
- SGVP ગુરુકુળ સ્કૂલ
- એ.જી. હાઇસ્કુલ, નવરંગપુરા
- જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ
- દીવાન બલ્લુભાઈ
- સી.એન વિદ્યાલય
- વિજયનગર સ્કૂલ
- ખાલસા લિટલ સ્કૂલ, બાપુનગર
- જીવીબા સ્કૂલ, ઘોડાસર
વડોદરાની આ સ્કૂલોને મળી ધમકી
- ડી. આર. અમીન, વાસણા રોડ
- ઉર્મી, સમાસાવલી
- નાલંદા, વાઘોડિયા રોડ
- બરોડા હાઈસ્કુલ, બગીખાના
- નવયુગ, સમા
- જીવન સાધના, નાગરવાડા
- AWS, ડભોઇ
- શાનેન, ખોડિયાર નગર
- ગુજરાત પબ્લિક સ્કૂલ, વાઘોડિયા
- બ્રાઇટ સ્કૂલ, ભાયલી
- બિલાબોંગ સ્કૂલ, વડસર
- આત્મીય વિદ્યાલય, માંજલપુર
- ડોન બોસ્કો, માંજલપુર
- ઓક્ઝીલીયમ સ્કૂલ, માંજલપુર
- ઝેનિથ સ્કૂલ, પ્રતાપનગર
- અમેરિકન સ્કૂલ ઓફ બરોડા, આજવા રોડ
- બરોડા પબ્લિક સ્કૂલ, વાઘોડિયા
- ગ્રીન વેલી સ્કૂલ, અંપાડ
બોમ્બ અને ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ શરૂ
શાળા સંચાલકોએ બોમ્બની ધમકી અંગે માહિતી આપતા તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગની ટીમો જે તે શાળા પર પહોંચી છે. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ જે સ્કૂલોને ધમકી મળી તે સ્કૂલો ખાલી કરવામાં આવી રહી છે.
સાવચેતીના ભાગરૂપે વડોદરાની શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાથે જ ઊર્મિ સ્કૂલ હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી.
