Umesh Makwana Resignation: તાજેતરમાં વિસાવદરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય હાંસલ કર્યો હતો અને પક્ષમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે ગુજરાત પ્રદેશમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપ્યું છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલને સંબોધીને લખેલા પત્રમાં ઉમેશ મકવાણાએ જણાવ્યું છેકે, હું છેલ્લા 2.5 વર્ષથી આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યો છું. આ સાથે, હું ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતા તરીકે સેવા આપી રહ્યો છું. હાલમાં, મારી સામાજિક સેવાઓમાં ઘટાડો થવાને કારણે, હું આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. હું એક કાર્યકર તરીકે પાર્ટી માટે કામ કરીશ. મને બધા પદો અને જવાબદારીઓમાંથી મુક્ત કરો તેવો તમને અનુરોધ છે.
Gujarat | Aam Aadmi Party's Botad MLA Umesh Makwana resigns from all party posts
— ANI (@ANI) June 26, 2025
The letter reads, "...At present, my social services are decreasing, so I am resigning from all the posts of Aam Aadmi Party. I will work for the party as a worker." pic.twitter.com/AUNlxfIvVj
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જણાવ્યું છેકે, મે 20 વર્ષ સુધી ભાજપમાં અલગ અલગ પદો પર કામ કર્યું. જ્યારે ગુજરાતમાં કોઈ AAP ને ઓળખતું પણ નહોતું, ત્યારે મે શાસક ભાજપ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો. આજે, AAP માં, મને લાગે છે કે આપણે ડૉ. બીઆર આંબેડકરના સિદ્ધાંતોથી ભટકી રહ્યા છીએ; આ જ કારણ છે કે મે આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. હું પાર્ટીના કાર્યકર તરીકે કામ કરવાનું ચાલુ રાખું છું. હું બોટાદના લોકો વચ્ચે જઈશ. અલગ પાર્ટી બનાવવી કે નહીં તે અંગે ચર્ચા કરવા માટે હું થોડા લોકોને મળીશ.
#WATCH | Gujarat | Aam Aadmi Party's Botad MLA Umesh Makwana resigns from all party posts
— ANI (@ANI) June 26, 2025
He says, "I worked in the BJP on different posts for 20 years. At the time when no one even recognised AAP in Gujarat, I left the ruling BJP party to join Aam Aadmi Party. Today, in AAP, I… pic.twitter.com/GRfugBabsk
ઉલ્લેખનીય છેકે, આમ આદમી પાર્ટીના વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા સાથે પાંચ ધારાસભ્યો છે. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાને દિલ્હી બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આ જીત બદલ ગોપાલ ઇટાલિયાને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે અચાનક આ રીતે પક્ષના તમામ પદો પરથી રાજીનામું ઉમેશ મકવાણાએ આપતા રાજકારણમાં અનેક તર્ક -વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે.
