GSRTC Bus: લોક રક્ષક દળની પરીક્ષાને લઈને એક્સ્ટ્રા બસો દોડાવાશે, એડવાન્સ બુકિંગ સહિતની માહિતી જાણી લો

15 જૂનના રોજ ગુજરાત રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત થનાર LRD પરીક્ષામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 10 Jun 2025 03:39 PM (IST)Updated: Tue, 10 Jun 2025 03:39 PM (IST)
gsrtc-deploys-extra-buses-for-lrd-exam-2-48-lakh-candidates-to-appear-across-gujarat

GSRTC Extra Buses: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તારીખ 15 જુન 2025 ના રોજ સવારે 9.30 થી 12.30 સુધી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્ર  ખાતે આયોજિત કરેલ છે. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે.

વધારાની બસો દોડાવામાં આવશે

આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તારીખ 14/06/2025 અને તારીખ 15/06/2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે. ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વિસનું ઓનલાઇન ટિકિટ બુકિંગની સુવિધા  ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ટોલ ફ્રી નંબર જાણો

સદર સમયગાળા દરમિયાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ http://gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. ઉમેદવારોને સંચાલન સંબંધિત પૂછપરછ માટે નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.