સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થઈ અત્યાધુનિક એસી વિસ્ટા ડોમ કોચ બસ સેવા, પ્રવાસીઓ માણી શકશે સ્કાય-વ્યૂનો નજારો

ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાધુનિક એસી વિસ્ટા ડોમ કોચ બસ સેવા શરૂ થઈ છે. ટ્રાન્સપરન્ટ રૂફ અને લક્ઝરી સુવિધાઓથી સજ્જ આ બસનું બુકિંગ GSRTC વેબસાઇટ પરથી થઈ શકશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 02 Nov 2026 03:50 PM (IST)Updated: Mon, 02 Nov 2026 03:50 PM (IST)
gujarat-launches-vista-dome-bus-at-statue-of-unity

Statue of Unity Vista Dome Bus: ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા અને પ્રવાસીઓને રાજ્યના પ્રાકૃતિક સૌંદર્ય, ઐતિહાસિક વારસો તથા સાંસ્કૃતિક સ્થળોનો યાદગાર અનુભવ કરાવવા માટે એક મહત્વપૂર્ણ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત રીતે આ ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

ભારતમાં પ્રથમવાર: આંતરરાષ્ટ્રીય ધોરણોની વિશિષ્ટ બસો

આ પહેલ અંતર્ગત ભારતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની કુલ 5 વિશેષ એસી વિસ્ટા ડોમ કોચ બસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વિસ્ટા ડોમ બસનું લોકાર્પણ કર્યું હતું અને આ બસમાં બેસીને તેની રોમાંચક સફર પણ માણી હતી. હાલમાં આ 5 માંથી 2 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની 3 બસો આગામી બે માસમાં કાર્યરત થશે. એક બસની કિંમત અંદાજે 2.19 કરોડ રૂપિયા છે.ત્યાધુનિક સુવિધાઓ અને પારદર્શક રૂફ ડિઝાઇન

પ્રવાસીઓ આરામદાયક એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના નયનરમ્ય કુદરતી દૃશ્યોનો આનંદ માણી શકે તે માટે આ બસોમાં ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ બસની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો,

સ્કાય-વ્યૂ રૂફ: બસમાં પારદર્શક ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન આપવામાં આવી છે.

બેઠક વ્યવસ્થા: પ્રવાસીઓ માટે રિવોલ્વિંગ (ફરી શકે તેવી) અને ફુલ્લી એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સ સાથે કુલ 23 સીટો અને 1 ડ્રાઇવરની બેઠક ક્ષમતા છે.

naidunia_image

પ્રિમિયમ સુવિધાઓ: પ્રીમિયમ એલ.ઇ.ડી. સ્માર્ટ ટી.વી., સીસીટીવી કેમેરા, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ્સ.

સુરક્ષા વ્યવસ્થા: અત્યાધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ અને ઇમરજન્સી હેમર સાથેના ટફન ગ્લાસની વિશેષ વ્યવસ્થા.

naidunia_image

 

ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા ગ્રાફિક્સ

આ બસની બોડી પર ગુજરાતના વિશ્વ-પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોના આકર્ષક ગ્રાફિક્સ કોતરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે- 

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અક્ષરધામ
  • સોમનાથ મંદિર અને દ્વારકા મંદિર
  • ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અડાલજની વાવ
  • ધોરડો રણ, તરણેતરનો મેળો અને વિજય વિલાસ પેલેસ
  • આગામી આયોજન અને ટિકિટ બુકિંગ
naidunia_image
naidunia_image

નાગરિકો રાજ્યના અલગ-અલગ પ્રવાસન સ્થળોની મુલાકાત વધુ ઉત્સાહથી માણી શકે તે માટે આગામી સમયમાં ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ તબક્કાવાર આ બસ સેવા શરૂ કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

બુકિંગ માહિતી: રસ ધરાવતા નાગરિકો GSRTCની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવીને આ આધુનિક બસ સેવાનો લાભ લઈ શકે છે.

આ પ્રકારની પ્રીમિયમ વિસ્ટા ડોમ બસ સેવા શરૂ થવાથી પ્રવાસીઓનો પ્રવાસન અનુભવ સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે પ્રવાસીઓ માત્ર મુસાફરી નહીં પરંતુ રસ્તામાં આવતા કુદરતી નજારાઓ અને ઐતિહાસિક વિરાસતોને એક નવા જ દ્રષ્ટિકોણથી માણી શકશે, જે ગુજરાતના ટુરિઝમ સેક્ટરને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે.