GSRTC કંડક્ટર ભરતી: 4318 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? જાણો ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ

GSRTC Conductor Recruitment 2026 Apply: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની સીધી ભરતીની જાહેરાત કરાઈ છે. કંડક્ટર માટે કુલ જગ્યા 4318 છે. તેઓને પાંચ વર્ષ માટે 26000 ના ફિક્સ પગાર પર લેવામાં આવશે.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Fri, 19 Jun 2026 12:46 PM (IST)Updated: Fri, 19 Jun 2026 01:01 PM (IST)
gsrtc-conductor-recruitment-2026-step-by-step-online-application-process-for-4318-vacancies

GSRTC Conductor Recruitment 2026 Apply: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની સીધી ભરતીની જાહેરાત કરાઈ છે. કંડક્ટર માટે કુલ જગ્યા 4318 છે. તેઓને પાંચ વર્ષ માટે 26000 ના ફિક્સ પગાર પર લેવામાં આવશે. ઓનલાઈન અરજી ભરવાની શરૂઆત થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2026 છે.

કંડક્ટરની ભરતી માટે વય મર્યાદા 18 થી 35 વર્ષ છે. અનામત વર્ગમાં છૂટછાટ આપવામાં આવશે. કંડક્ટર માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ છે. આ અરજી તમે https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx પર સરળતાથી કરી શકશો. આવો અહીં કંડક્ટર માટે ઓનલાઈન અરજી કરવામાં કયા કયા સ્ટેપ આવશે તેના પર નજર કરીએ. ઓનલાઈન ફોર્મના જાણકાર પાસે ફોર્મ ભરવાનો આગ્રહ રાખવો જેથી કોઈ ભૂલ ના રહે અને તમામ વિગતો અને ડોક્યુમેન્ટ સરળતાથી અપલોડ થઈ જાય. કારણ કે દરેક વ્યક્તિ ઈચ્છતી હોય કે અધૂરી કે ખોટી વિગતોના કારણે તેનું ફોર્મ રદ ન થાય.

 naidunia_image

કંડક્ટરની ભરતી માટે ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓજસની વેબસાઈટ પર જાઓ. તમે જે ભાષામાં ફોર્મ ભરવા માંગતા હોવ તે ભાષા ઉપરથી પસંદ કરી શકો છો. પછી ઓનલાઈન અરજી પર ક્લિક કરો. 

અહીં તમને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દેખાશે તેના પર ક્લિક કરો.

naidunia_image

જુઓ ઉપરનું ઓપ્શન ડ્રાઈવર માટે છે, નીચેનું ઓપ્શન કંડક્ટર માટે છે. અહીં તમને અરજી કરો અને Details એમ બે ઓપ્શન દેખાશે. Details પર ક્લિક કરશો એટલે એક પીડીએફ ઓપન થશે તેમા આ ભરતીને લઈને તમામ વિગતો વિસ્તારથી જણાવવામાં આવી છે. તે પહેલા વાંચી લો. પછી અરજી કરો પર ક્લિક કરો.

naidunia_image

અહીં તમને આ રીતે પેઈજ ખુલશે. અહીં APPLY NOW પર ક્લિક કરો.

naidunia_image

તમારો ONE TIME Registration(OTR) NO. અને જન્મ તારીખ એન્ટર કરી APPLY with OTR કરવાથી તમે રજીસ્ટ્રેશન વખતે આપેલી વિગતો અરજી ફોર્મ મા આપમેળે આવી જશે. જેથી તમે અરજી ફોર્મ ઝડપથી ભરી શકશો. skip કરશો તો પણ ચાલશે પછી તમે તમારી દરેક વિગતો ભરી દો.

naidunia_image

naidunia_image

naidunia_image

naidunia_image

naidunia_image