GSRTC Conductor Recruitment 2026 Apply Online: ગુજરાતમાં સરકારી નોકરીની આતુરતાથી રાહ જોઈ રહેલા યુવાનો માટે સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વર્ષ 2026 માટે કંડક્ટરની પોસ્ટ પર બમ્પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. GSRTC દ્વારા કુલ 4,318 ખાલી જગ્યાઓ ભરવા માટે લાયક પુરુષ અને મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ પે કરારના ધોરણે નિમણૂક આપવામાં આવશે.
GSRTC કંડક્ટર ભરતી 2026ની મહત્વની માહિતી
આ પણ વાંચો
| સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) |
| પોસ્ટનું નામ | કંડક્ટર |
| કુલ ખાલી જગ્યાઓ | 4318 |
| પગાર | રૂ. 26,000/- પ્રતિ માસ (5 વર્ષ માટે ફિક્સ) |
| નોકરી સ્થાન | ગુજરાત, ભારત |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| સત્તાવાર વેબસાઇટ | gsrtc.in |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 6 જૂન, 2026 |
| ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ | 5 જુલાઈ, 2026 (23:59 કલાક સુધી) |
| ફી ચુકવણી વિન્ડો બંધ થવાની તારીખ | 7 જુલાઈ, 2026 (23:59 કલાક સુધી) |
| પરીક્ષા તારીખ | ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે |
GSRTC કંડક્ટર ભરતી માટેની ખાલી જગ્યાની વિગતો
| કેટેગરી | પુરુષ (સામાન્ય) ખાલી જગ્યાઓ | મહિલા ખાલી જગ્યાઓ | કુલ |
| બિન અનામત (સામાન્ય) | 1562 | 768 | 2330 |
| EWS (આર્થિક રીતે નબળો વર્ગ) | 308 | 151 | 459 |
| SEBC (OBC) | 565 | 278 | 843 |
| અનુસૂચિત જાતિ (SC) | 147 | 71 | 218 |
| અનુસૂચિત જનજાતિ (ST) | 314 | 154 | 468 |
| ભૂતપૂર્વ સૈનિકો (હોરિઝોન્ટલ) | – | – | 431 |
| દિવ્યાંગ / પીડબ્લ્યુડી (હોરિઝોન્ટલ) | – | – | 90 |
| કુલ | – | – | 4318 |
મહત્વની તારીખો અને પગાર ધોરણ
GSRTC કંડક્ટર ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 06/06/2026થી શરૂ થઈ ચૂકી છે. લાયક ઉમેદવારો ઓનલાઈન પોર્ટલ પર જઈને નિયત સમયમર્યાદામાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: 06/06/2026 થી 05/07/2026 (રાત્રે 23:59 કલાક સુધી)
અરજી ફી સ્વીકારવાનો સમયગાળો: 06/06/2026 થી 07/07/2026 (રાત્રે 23:59 કલાક સુધી)
માસિક પગાર
પસંદગી પામેલા કંડક્ટરોને પ્રથમ 5 વર્ષ માટે દર મહિને રૂ. 26,000/- ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષની સેવા સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ, નિગમના નિયમો અનુસાર નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી? જાણો લાયકાતના ધોરણો
આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે ઉમેદવારોએ શૈક્ષણિક, ટેકનિકલ અને શારીરિક માપદંડો પૂર્ણ કરવાના રહેશે.
શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત
શૈક્ષણિક ડિગ્રી: ઉમેદવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા સરકાર માન્ય અન્ય કોઈ પણ બોર્ડમાંથી 10+2 પદ્ધતિ હેઠળ ધોરણ 12 પાસ હોવો જોઈએ.
ટેકનિકલ લાયસન્સ: પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) દ્વારા જારી કરાયેલું માન્ય કંડક્ટર લાયસન્સ અને કંડક્ટર બેજ હોવો અનિવાર્ય છે.
કોમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર કોમ્પ્યુટર કામગીરીનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને સરકાર માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
અન્ય માપદંડ: ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ (અથવા 1 જાન્યુઆરી, 1962 પહેલા સ્થાયી થવાના ઈરાદાથી આવેલા નેપાળ, ભૂટાન કે તિબેટીયન શરણાર્થીઓ, જેઓ પાસે સરકારનું પાત્રતા પ્રમાણપત્ર હોય). ઉમેદવારની શારીરિક તબીબી સ્થિતિ યોગ્ય અને દ્રષ્ટિ સ્પષ્ટ હોવી જોઈએ.
વય મર્યાદા (05/07/2026 ના રોજની સ્થિતિએ)
અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. એટલે કે, ઉમેદવારનો જન્મ 05/07/1991 થી 05/07/2008ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
સરકારના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર છે:
સામાન્ય શ્રેણીની મહિલાઓ: 5 વર્ષની છૂટ (મહત્તમ 40 વર્ષ)
અનામત શ્રેણીના પુરુષો (EWS, SEBC, SC, ST): 5 વર્ષની છૂટ (મહત્તમ 40 વર્ષ)
અનામત શ્રેણીની મહિલાઓ: 10 વર્ષની છૂટ (મહત્તમ 45 વર્ષ)
દિવ્યાંગ (PWD) ઉમેદવારો: 10 વર્ષની છૂટ (મહત્તમ 45 વર્ષ)
ભૂતપૂર્વ સૈનિકો: સેવા અવધિ ઉપરાંત 3 વર્ષ બાદ કરવાના રહેશે (મહત્તમ મર્યાદા 45 વર્ષ)
અરજી ફીની વિગત
ઉમેદવારોએ પોતાની કેટેગરી અનુસાર ઓનલાઈન માધ્યમથી (નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI) ફી ચૂકવવાની રહેશે:
સામાન્ય (બિન-અનામત) કેટેગરી: રૂ. 300/- + GST
અનામત કેટેગરી (SC, ST, SEBC, EWS, મહિલા, PWD અને ભૂતપૂર્વ સૈનિકો): રૂ. 200/- + GST
પસંદગી પ્રક્રિયા અને પરીક્ષાનો અભ્યાસક્રમ
યોગ્ય ઉમેદવારની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે.
ઓબ્જેક્ટિવ OMR પરીક્ષાનું માળખું
આ પરીક્ષા 100 ગુણની રહેશે, જેના માટે 1 કલાક (60 મિનિટ)નો સમય આપવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ નીચે મુજબ છે:
| વિષય | ગુણ |
| સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન પ્રવાહો (ધોરણ 12 કક્ષા) | 20 ગુણ |
| કોમ્પ્યુટર ઉપયોગનું મૂળભૂત જ્ઞાન | 20 ગુણ |
| ગુજરાતી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા) | 10 ગુણ |
| અંગ્રેજી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા) | 10 ગુણ |
| ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ (ધોરણ 12 કક્ષા) | 10 ગુણ |
| માર્ગ સલામતી (Road Safety) | 10 ગુણ |
| GSRTC કોર્પોરેટ માહિતી, ટિકિટ અને સામાન ભાડાની ગણતરી | 10 ગુણ |
| મોટર વહાન અધિનિયમ, પ્રાથમિક સારવાર (First Aid) અને કંડક્ટરની ફરજો | 10 ગુણ |
નેગેટિવ માર્કિંગની જોગવાઈ: પરીક્ષામાં ખોટા જવાબ, ખાલી છોડેલા જવાબ અથવા એકથી વધુ વિકલ્પ પસંદ કરવા બદલ 0.25 ગુણ કાપવામાં આવશે. જો ઉમેદવાર નેગેટિવ માર્કિંગથી બચવા માંગતા હોય, તો તેઓ ઓએમઆર શીટમાં આપવામાં આવેલો 'E' (નોટ એટેમ્પ્ટેડ) વિકલ્પ પસંદ કરી શકે છે.
લેખિત પરીક્ષાની મેરિટ યાદીના આધારે ઉમેદવારોને 1:1.5 ના ગુણોત્તરમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમના સત્તાવાર પોર્ટલ ojas.gujarat.gov.in પર જાઓ.
- હોમપેજ પર આપેલા 'Apply Online' મેનૂમાં જઈને 'Apply' પર ક્લિક કરો.
- કરંટ એડવર્ટાઈઝમેન્ટમાં વિભાગ તરીકે 'GSRTC' સિલેક્ટ કરો અને કંડક્ટર ભરતીની લિંક પસંદ કરો.
- ફોર્મમાં માંગવામાં આવેલી વ્યક્તિગત, શૈક્ષણિક અને લાયસન્સ સંબંધિત તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરો.
- તમારો સ્કેન કરેલો પાસપોર્ટ સાઈઝ ફોટો (મહત્તમ 10 KB, સાઈઝ: 5cm x 3.6cm) અને સહી (મહત્તમ 10 KB, સાઈઝ: 2.5cm x 7.5cm) JPG ફોર્મેટમાં અપલોડ કરો.
- વિગતો ચેક કરીને 'Save' પર ક્લિક કરો. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મતારીખ નાખીને અરજી કન્ફર્મ કરો, જેથી 'Confirmation Number' જનરેટ થાય.
- ઓનલાઈન પેમેન્ટ ગેટવે પર જઈ કન્ફર્મેશન નંબરની મદદથી પોતાની કેટેગરી મુજબ ફી ચૂકવો.
- અરજી સફળતાપૂર્વક સબમિટ થયા બાદ પ્રિન્ટ આઉટ મેળવી લો અને પેમેન્ટ રસીદ ભવિષ્યની પ્રક્રિયા માટે સાચવી રાખો.
