GSEB HSC 12th Result 2023 Center Wise: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલા ધો. 12ના રિઝલ્ટમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા કેન્દ્રનું સૌથી ઓછું અને જ્યારે રાજકોટ જિલ્લાના વાંગધ્રા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા જ્યારે વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ આવ્યું છે. ગયા વર્ષે સુબીર કેન્દ્રનું સૌથી વધુ અને ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું હતું.
મહત્ત્વનું છે કે, પોતાનું ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ સહિત અન્ય વિગતો GSEBની વેબસાઈટ પર સબમિટ કરવાની રહેશે.
Gujarat Board 12th Result 2023 Arts Commerce Center Wise
SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ 2023 કેવી રીતે તપાસવું?
સ્ટેપ 1: ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
સ્ટેપ 2: આ SMS ફોર્મેટને અનુસરીને મેસેજ લખો. દા.ત.- SSC<સ્પેસ>રોલ નંબર.
સ્ટેપ 3: GJ12S <સીટ નંબર> લખીને 58888111 પર મેસેજ મોકલવાનો રહેશે.
સ્ટેપ 4: જીએસઈબી એચએસસીનું પરિણામ એ જ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે.
ધોરણ 12 ની માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી?
સ્ટેપ 1: ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાઓ.
સ્ટેપ 2: આર્ટસ અને કોમર્સ માટે HSC, 12મું પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: તમારા લોગ-ઇન ઓળખપત્રો દાખલ કરો.
સ્ટેપ 4: GSEB HSC 12મું પરિણામ 2023 ડાઉનલોડ કરો અને સેવ કરો
સ્ટેપ 5: ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.
WhatAapp દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સ માર્કશીટ કેવી રીતે મેળવવી?
સ્ટેપ 1: તમારા ફોન પર 6357300971 નંબરને GSEBના કોન્ટેક્ટ નંબર તરીકે સેવ કરો.
સ્ટેપ 2: તમારા સ્માર્ટફોન પર WhatsApp એપ્લિકેશન ખોલો.
સ્ટેપ 3: GSEB ચેટ બોક્સ ખોલો.
સ્ટેપ 4: તમારો બોર્ડ સીટ નંબર ટાઈપ કરો અને સેન્ડ પર ક્લિક કરો.
સ્ટેપ 5: તમારી માર્કશીટ સ્ક્રીન પર દેખાશે
