GSEB Class 12th HSC Science Stream Result 2026 (ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 93,678 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 84.33 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં સૌથી વધુ 94.85 ટકા અને સૌથી ઓછું દાહોદમાં 57.44 ટકા પરિણામ આવ્યું છે.
93,678 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રાજ્યભરના 156 કેન્દ્રો પર 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 દરમિયાન યોજાઇ હતી. જેમાં 1,11,090 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 93,678 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત પુનરાવર્તિત પરીક્ષામાં 7166 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 1748 વિદ્યાર્થીઓ પાસ થયા છે. પુનરાવર્તિત પરીક્ષામાં પરિણામ 24.39 ટકા રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 84.04 ટકા વિદ્યાર્થીઓ અને 84.65 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલ 209 અને 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલ 22 છે.
