GSEB 12th Science Result 2026: ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં જાણો કયા કેન્દ્રમાં સૌથી વધુ અને ક્યાં આવ્યું સૌથી ઓછું પરિણામ

કયા કેન્દ્રમાં સૌથી પરિણામ નોંધાયું તેની વિગતો જોઇએ તો કુંભારિયા કેન્દ્રમાં 98.62 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના લીમખેડા કેન્દ્રમાં સૌથી ઓછું 45.98 ટકા પરિણામ આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 04 May 2026 12:21 PM (IST)Updated: Mon, 04 May 2026 12:21 PM (IST)
gseb-12-science-stream-result-2026-declared-gujarat-board-hsc-results-centre-wise-highest-lowest-performance

GSEB Class 12th HSC Science Stream Result 2026 (ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 93,678 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 84.33 ટકા પરિણામ આવ્યું છે. કયા કેન્દ્રમાં સૌથી પરિણામ નોંધાયું તેની વિગતો જોઇએ તો કુંભારિયા કેન્દ્રમાં 98.62 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના લીમખેડા કેન્દ્રમાં સૌથી ઓછું 45.98 ટકા પરિણામ આવ્યું છે.

93,678 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રાજ્યભરના 156 કેન્દ્રો પર 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 દરમિયાન યોજાઇ હતી. જેમાં 1,11,090 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 93,678 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત પુનરાવર્તિત પરીક્ષામાં 7166 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 1748 વિદ્યાર્થીઓ પાસ થયા છે. પુનરાવર્તિત પરીક્ષામાં પરિણામ 24.39 ટકા રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 84.04 ટકા વિદ્યાર્થીઓ અને 84.65 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલ 209 અને 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલ 22 છે.

કયા કેન્દ્રમાં કેટલું આવ્યું પરિણામ

naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image