GPSC Exam Date 2025: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતની કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી દ્વારા ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આવતીકાલે યોજાનારી GPSCની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે મોટી જાહેરાત કરતાં X પર લખ્યું કે, 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતી કાલની પરીક્ષા યથાવત છે.'
આ પણ વાંચો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતી કાલની પરીક્ષા યથાવત છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) May 10, 2025
જણાવી દઈએ કે, રાજ્યમાં 11 મે રવિવારના રોજ GPSC દ્વારા Assistant Environment Engineer, (GPCB), Class-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે.
