GPSC Recruitment 2025: હસમુખ પટેલે GPSC 2025ના કેલેન્ડર અંગે આપી જાણકારી, જાણો ક્યારે બહાર પાડવામાં આવશે

હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપતા કહ્યું કે, GPSC 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરીના અંતમાં જાહેર કરવામાં આવશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Dec 2024 12:46 PM (IST)Updated: Mon, 16 Dec 2024 01:10 PM (IST)
gpsc-2025-recruitment-calendar-to-be-announced-by-end-of-january-says-hasmukh-patel
HIGHLIGHTS
  • ભરતી અંગેની માહિતી GPSC ના ચેરમેન હસમુખ પટેલે આપી
  • જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ભરતી કેલેન્ડર બહાર આવશે

GPSC 2025 Recruitment Calendar: ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2025 નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે.

GPSC 2025નું કેલેન્ડર

ભરતી અંગેની આ માહિતી GPSC ના ચેરમેન હસમુખ પટેલે આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, GPSC વિભાગો સાથે પરામર્શ થઇ રહી છે તે પૂર્ણ થતા જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં 2025 ના વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.

હસમુખ પટેલનું ટ્વિટ

વધુમાં પરીક્ષા દરમિયાનના નિયમોને લઈને અન્ય એક ટ્વિટમાં જણાવ્યુ છે કે, GPSCની પરીક્ષામાં પારદર્શક પાણીની બોટલ ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય. GPSC દ્વારા આયોગની વેબસાઈટ https://gpsc. gujarat.gov.in/ પર અથવા ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ GPSC OFFICIAL પર માહિતી મળતી રહેશે.