Gems of Gujarat: જેમ્સ ઓફ ગુજરાત કોન્કલેવ એન્ડ એવોર્ડમાં 'ડિજિટલ સંદીપ એકેડમી'ને બેસ્ટ ડિજિટલ માર્કેટિંગ ઈન્સ્ટીટ્યૂટ ઈન ગુજરાતનો એવોર્ડ મળ્યો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 20 Dec 2023 01:43 PM (IST)Updated: Wed, 20 Dec 2023 08:58 PM (IST)
gems-of-gujarat-award-and-conclave-digital-sandip-academy-won-award-for-best-digital-marketing-institute-in-gujarat

Gems of Gujarat Award & Conclave: જાગરણ પ્રકાશન લિ.ની ગુજરાતી ડિજિટલ આવૃત્તિ ગુજારતી જાગરણને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષની ઉજવાણીના ભાગરૂપે 19 ડિસેમ્બરના રોજ જેમ્સ ઓફ ગુજરાત કોન્કલેવ એન્ડ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિભાશાળી વ્યક્તિત્વને તેમના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોને પ્રેરક ઉદ્બોધન પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

કોર્ટયાર્ડ બાય મેરિયોટ હોટલમાં આયોજીત આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયક ઉદ્બોધન કરીને ઉદ્યોગ જગતના ઉજ્વળ ભવિષ્ય અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી જાગરણના સિનીયર એડિટર જીવન કપૂરિયાએ ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ ઇવેન્ટમાં ન્યૂ જાગરણ મીડિયાના સીઇઓ ભરત ગુપ્તા, વાઈસ પ્રેસિડન્ટ અને એડિટર ઇન ચિફ રાજેશ ઉપાધ્યાય, સીઓઓ ગૌરવ અરોરા સહિતના જાગરણ સમૂહના પ્રતિષ્ઠત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટ આપી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

naidunia_image

જેમ્સ ઓફ ગુજરાત કોન્કલેવ એન્ડ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડિજિટલ સંદીપ એકેડમીને બેસ્ટ ડિજિટલ માર્કેટિંગ ઈન્સ્ટીટ્યૂટ ઈન ગુજરાતનો એવોર્ડ મળ્યો હતો.

naidunia_image

જાગરણ ગુજરાતી "જેમ્સ ઓફ ગુજરાત" ની રજૂઆત કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે, જે ગુજરાતમાં અસાધારણ વ્યક્તિઓ, સંસ્થાઓ અને પહેલોને સન્માનિત કરવા માટે સમર્પિત એક વિશિષ્ટ પ્લેટફોર્મ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અને કોન્ફરન્સ ઈવેન્ટને ઉદ્યોગસાહસિકતા, નવીનતા, સામાજિક પ્રભાવ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં રાજ્યના વિવિધ માઈલસ્ટોનને પ્રકાશિત કરવા માટે રચવામાં આવી છે. ગુજરાતની વાઇબ્રન્ટ સ્પિરિટ, તેનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને તેના સારને વ્યાખ્યાયિત કરતી ઉત્કૃષ્ટ સિદ્ધિઓની ઉજવણી કરતી વખતે અમારી સાથે જોડાઓ. ચાલો સાથે મળીને ગુજરાતને ખરેખર અસાધારણ બનાવતી નોંધપાત્ર સિદ્ધિઓ અને યોગદાનને બિરદાવવીએ.

naidunia_image

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.