અમદાવાદની Global firm MYCPE ONEની દેશભરની ઑફિસોમાં ગણપતિ બાપ્પાનું ભાવભીનું સ્વાગત

MYCPE ONE એ ભારતમાં આવેલી તેની 13 ઑફિસોમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરી, જેમાં આશરે 3,000 કર્મચારીઓ જોડાયા. આ ઉજવણીનો હેતુ ટીમોને એકસાથે લાવવાનો અને તહેવારોની પરંપરાઓ સાથે જોડવાનો હતો, તેમ CEO શાલિન પરીખે જણાવ્યું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 16 Sep 2026 10:57 PM (IST)Updated: Wed, 16 Sep 2026 10:57 PM (IST)
ganpati-bappa-receives-a-heartfelt-welcome-at-the-offices-of-the-ahmedabadbased-global-firm-mycpe-one-across-the-country

Celebrates Ganesh Chaturthi: અમદાવાદ સ્થિત વૈશ્વિક એકાઉન્ટિંગ અને પ્રોફેશનલ સર્વિસિઝ પ્લેટફોર્મ MYCPE ONEએ ભારતમાં આવેલી તેની તમામ ઑફિસોમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરી હતી. MYCPE ONEની 13 ઑફિસની ટીમોએ એકઠાં થઇને ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું અને પરંપરાગત રીતે આ તહેવારની ઉજવણી કરી હતી. MYCPE ONE પ્રતિભા, ટેકનોલોજી, વ્યવસાયિક શિક્ષણ અને બિઝનેસ સોલ્યુશન્સના માધ્યમથી સીપીએ અને એકાઉન્ટિંગ ફર્મ્સ તેમજ વિવિધ બિઝનેસને સહયોગ પૂરો પાડે છે.

ભારતમાં અમદાવાદ અને ગિફ્ટ સિટી, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, મોહાલી, લખનઉ, જયપુર, ઇન્દોર, ભોપાલ, નાગપુર અને રાંચીમાં કાર્યરત આશરે 3,000 કર્મચારીઓ આ ઉજવણીમાં જોડાયા હતા. ભગવાન ગણેશજીના આગમનની ઉજવણી માટે ઑફિસ પરિસરમાં ગણેશજીનો નાનકડો મંડપ ઊભો કરવામાં આવ્યો હતો અને ઑફિસને સુંદર ફૂલો, તોરણો અને દીવડાઓથી શણગારવામાં આવી હતી.


ભારતમાં ઝડપથી વિસ્તરી રહેલા MYCPE ONEના નેટવર્કની તમામ ઑફિસોમાં આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવે સ્થાપિત બિઝનેસ સેન્ટર્સની સાથે ઉભરી રહેલા ટેલેન્ટ માર્કેટ્સનો પણ સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ક્લાયેન્ટ બેઝને સહયોગ પૂરો પાડવા માટે ટીમોનું નિર્માણ કરી રહેલી કંપની સમગ્ર ભારતમાં પોતાના ડીલિવરી લોકેશન્સની સંખ્યામાં સતત વધારો કરી રહી છે.


આ તહેવારના માધ્યમથી વિવિધ વિભાગો અને સ્થળોએ કાર્યરત કર્મચારીઓ એકઠાં થઈ શક્યા હતા. વિવિધ ટીમોએ તેમની સંબંધિત ઑફિસોમાં ગણેશ ચતુર્થીની પરંપરાગત ભાવના જાળવીને ઉજવણી કરી હતી.MYCPE ONEના CEO અને સહ-સ્થાપક શાલિન પરીખે જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થી જેવા તહેવારો અમારી ટીમોને તેમની રોજિંદી ભૂમિકાઓમાંથી થોડો વિરામ લઇને એકસાથે આવવાની તક પૂરી પાડે છે. વિવિધ શહેરોમાં અમારી હાજરી સતત વધી રહી છે ત્યારે અમારી વર્કપ્લેસ તહેવારોની પરંપરાઓ અને તેની આસપાસના સમુદાયો સાથે જોડાયેલી રહે તે મહત્વપૂર્ણ છે.MYCPE ONE પાસે વૈશ્વિક સ્તરે 3,000થી વધુ પ્રોફેશનલ્સની વર્કફોર્સ છે અને તે પાંચ દેશોમાં 40થી વધુ ઑફિસોના માધ્યમથી પોતાની કામગીરી કરે છે.