MYCPE ONE એ એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ માટે લૉન્ચ કર્યું ફ્રી AI-પાવર્ડ CPE Wallet

MYCPE ONE CPE Wallet:અમદાવાદ સ્થિત વૈશ્વિક એકાઉન્ટિંગ અને પ્રોફેશનલ સર્વિસિઝ MYCPE ONEએ CPE Wallet લૉન્ચ કર્યું છે.આ એક ફ્રી એઆઈ-પાવર્ડ પ્લેટફોર્મ છે જે સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ (CPAs),એનરોલ્ડ એજન્ટ્સ (EAs), સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ (CMAs), સર્ટિફાઇડ ઇન્ટરનલ ઑડિટર્સ (CIAs) અને અન્ય ક્રેડેન્શિયલ ધરાવતા એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ માટે કન્ટિન્યુઇંગ પ્રોફેશનલ એજ્યુકેશન (CPE)ના અનુપાલનને ટ્રેક કરવાની પ્રક્રિયાને ઑટોમેટ કરે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 12 Aug 2026 06:57 PM (IST)Updated: Wed, 12 Aug 2026 06:57 PM (IST)
mycpe-one-launches-free-aipowered-cpe-wallet-for-accounting-professionals

MYCPE ONE CPE Wallet:અમદાવાદ સ્થિત વૈશ્વિક એકાઉન્ટિંગ અને પ્રોફેશનલ સર્વિસિઝ MYCPE ONEએ CPE Wallet લૉન્ચ કર્યું છે.આ એક ફ્રી એઆઈ-પાવર્ડ પ્લેટફોર્મ છે જે સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ (CPAs),એનરોલ્ડ એજન્ટ્સ (EAs), સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ (CMAs), સર્ટિફાઇડ ઇન્ટરનલ ઑડિટર્સ (CIAs) અને અન્ય ક્રેડેન્શિયલ ધરાવતા એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ માટે કન્ટિન્યુઇંગ પ્રોફેશનલ એજ્યુકેશન (CPE)ના અનુપાલનને ટ્રેક કરવાની પ્રક્રિયાને ઑટોમેટ કરે છે.

આ પ્લેટફોર્મ કોઈપણ ખર્ચ અને સબ્સ્ક્રિપ્શન વગર ઉપલબ્ધ છે અને તેનો ઉદ્દેશ એક જ સુરક્ષિત ડિજિટલ રીપોઝિટરીમાં વિવિધ લર્નિંગ પ્રોવાઇડર્સ પાસેથી મેળવેલા પ્રમાણપત્રોને એકત્રિત કરીને કન્ટિન્યુઇંગ એજ્યુકેશન ક્રેડિટ્સને ટ્રેક કરવાના વહીવટી બોજને દૂર કરવાનો છે.

USના માર્કેટમાં સર્વિસિસ પૂરી પાડતા એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ માટે કન્ટિન્યુઇંગ એજ્યુકેશન એ એક અનિવાર્ય વ્યાવસાયિક જરૂરિયાત છે. વિવિધ અધિકાર ક્ષેત્રોમાં નિયમો,રિપોર્ટિંગના સમયગાળા અને વિષયને લગતી જરૂરિયાત અલગ-અલગ હોવાથી CPA લાઇસન્સધારકોએ પોતાની વ્યાવસાયિક ક્ષમતા જાળવી રાખવા અને સ્ટેટ બૉર્ડની આવશ્યકતાઓનું પાલન કરવા માટે CPE પૂર્ણ કરવું જરૂરી છે.

CPE Wallet પ્રમાણપત્રોને આપમેળે સુવ્યવસ્થિત ગોઠવીને આ પડકારનો ઉકેલ લાવે છે અને સમગ્ર વર્ષ દરમિયાન યુઝર્સને તેમની અનુપાલનની સ્થિતિનો રીયલ-ટાઇમમાં ખ્યાલ આપે છે.

MYCPE ONEના CEO અને સહ-સ્થાપક શાલિન પારિખે જણાવ્યું હતું કે,પ્રોફેશનલ્સ લર્નિંગ નહીં કર્યું હોવાને લીધે નહીં પરંતુ તેમના સંબંધિત દસ્તાવેજો દસ અલગ-અલગ જગ્યાએ પડ્યાં હોવાથી CPEમાં પાછળ રહી જતા હોય છે. અનુપાલનનું ટ્રેકિંગ વહીવટી કામગીરી છે, જેના માટે પ્રોફેશનલ્સનો કામકાજનો સમય ખર્ચાવો જોઈએ નહીં અને તેના માટે કોઈ વધારાનો ખર્ચ પણ થવો જોઈએ નહીં. ઈ-મેઇલ ફૉરવર્ડ કરો અથવા પ્રમાણપત્ર અપલોડ કરો અને બાકીનું કામ સિસ્ટમ સંભાળી લે છે.

મોટાભાગના એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ પોતાની ફરજિયાત લર્નિંગની જરૂરિયાતને પૂરી કરતાં હોવા છતાં અનુપાલનના રેકોર્ડનું સંચાલન કરવાની પ્રક્રિયા હજુ પણ મેન્યુઅલ અને સમય માંગી લે તેવી છે.પ્રમાણપત્રો ઘણીવાર ઈ-મેઇલ, ડાઉનલૉડ કરેલી ફાઇલો અને પ્રોવાઇડર્સના પોર્ટલ્સમાં અલગ-અલગ પડેલાં હોય છે, જેના કારણે અનુપાલનની સ્થિતિ પર નજર રાખવી અને રિપોર્ટિંગના સમયગાળા દરમિયાન દસ્તાવેજીકરણ કરવાનું મુશ્કેલ બની જાય છે.