Western Railway Special Trains: ગણેશ ઉત્સવ અને પૂજા પર્વ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ અને વેઇટિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા ખાતર અમદાવાદ-સાંતરાગાછી તથા વટવા-હૈદરાબાદ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ સ્પેશિયલ ટ્રેનોનું વિગતવાર સમયપત્રક અને રૂટ નીચે મુજબ છે-
અમદાવાદ - સાંતરાગાછી - અમદાવાદ સ્પેશિયલ (ટ્રેન નં. 02833/02834)
ટ્રેન નંબર 02833 (અમદાવાદથી સાંતરાગાછી): આ ટ્રેન 22 સપ્ટેમ્બર 2026 (મંગળવાર)ના રોજ બપોરે 14:25 કલાકે અમદાવાદથી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 03:30 કલાકે સાંતરાગાછી પહોંચશે.
ટ્રેન નંબર 02834 (સાંતરાગાછીથી અમદાવાદ): આ ટ્રેન 20 સપ્ટેમ્બર 2026 (રવિવાર)ના રોજ વહેલી સવારે 00:15 કલાકે સાંતરાગાછીથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 13:50 કલાકે અમદાવાદ આવશે.
મુખ્ય સ્ટોપેજ: આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, ભુસાવલ, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર.
કોચની સુવિધા: જનરલ સેકન્ડ ક્લાસ, સ્લીપર અને એસી 3-ટિયર કોચ ઉપલબ્ધ રહેશે.
વટવા - હૈદરાબાદ - વટવા સ્પેશિયલ (ટ્રેન નં. 07088/07087)
ટ્રેન નંબર 07088 (વટવાથી હૈદરાબાદ): આ ટ્રેન 21 સપ્ટેમ્બર 2026 (સોમવાર)ના રોજ વહેલી સવારે 03:30 કલાકે વટવાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 04:30 કલાકે હૈદરાબાદ પહોંચશે. (આ ટ્રેનનું લોનાવાલા સ્ટેશન પર વિશેષ વધારાનું સ્ટોપેજ રહેશે.)
ટ્રેન નંબર 07087 (હૈદરાબાદથી વટવા): આ ટ્રેન 19 સપ્ટેમ્બર 2026 (શનિવાર) ના રોજ રાત્રે 20:5 કલાકે હૈદરાબાદથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 21:50 કલાકે વટવા પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ: વડોદરા, સુરત, વલસાડ, વસઈ રોડ, કલ્યાણ, પુણે, દૌંડ, સોલાપુર, કલબુરગી, વાડી, તંદૂર, વિકારાબાદ, લિંગમપલ્લી અને બેગમપેટ (તથા લોનાવાલા).
કોચની સુવિધા: જનરલ સેકન્ડ ક્લાસ, સ્લીપર, એસી 3-ટિયર અને એસી 2-ટિયર કોચ ઉપલબ્ધ રહેશે.
ટિકિટ બુકિંગ અને મહત્વપૂર્ણ માહિતી
ટ્રેન નંબર 02833 અને 07088નું એડવાન્સ બુકિંગ આજથી એટલે કે 18 સપ્ટેમ્બર 2026થી દેશભરના તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ (PRC) અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. મુસાફરો ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય વિગતવાર માહિતી માટે અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
