Gandhinagar: વડસર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, મુખ્ય અતિથિ તરીકે એરફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 15 Aug 2024 04:38 PM (IST)Updated: Thu, 15 Aug 2024 04:57 PM (IST)
gandhinagar-news-indian-independence-day-celebration-at-kendriya-vidyalaya-afs-wadsar

Gandhinagar: 15 ઑગસ્ટ, 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો, બસ ત્યારથી જ દર વર્ષે આ દિવસે સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજે દેશને આઝાદ થયાને 77 વર્ષ પૂરા થઈ ગયા છે, એટલે કે ભારત આ વખતે 78મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે, જેને લઈને દેશમાં ઠેર-ઠેર દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ગામડાની ગલીઓથી માંડીને શહેરની સોસાયટીઓ તેમજ સ્કૂલોમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ વડસર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે પણ 78માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

naidunia_image

વડસર કેન્દ્રીય વિદ્યાલયમાં કરવામાં આવેલી સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મુખ્ય અધિકારી તરીકે એર કોમોડોર શશીકાંત, એર ઑફિસર કમાન્ડિંગ, એરફોર્સ સ્ટેશન વડસર અને ચેરમેન VMC ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશેષ મહેમાન તરીકે એરફોર્સ ફેમિલી વેલફેર એસોસિએશન (AFFWA)ના પ્રમુખ હરદીપ કૌર અને નોમિની ચેરમેન એમ. રાજકુમાર તેમજ રિતુ જાખોરિયાએ હાજરી આપી હતી.

naidunia_image

આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા સંબોધન, કાવ્ય વાંચન, ગ્રુપ ગીત અને નૃત્ય સહિતના અલગ-અલગ કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેના થકી વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે આ પ્રસંગનું ધોરણ 12 વિદ્યાર્થીઓ ચિત્રા રંજન અને લૂસી રંજન તેમજ મુકેશ ગુપ્તા દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતુ.

naidunia_image

જ્યારે કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપલ શેખર જખોરિયાએ વિદ્યાર્થી તેમજ તેમના માતા-પિતાને વિવિધ સ્કોલરશિપ તેમજ સરકારી યોજનાઓ વિશે જાણકારી આપી હતી. તેમજ મુખ્ય મહેમાનના હસ્તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઈનામ આપીને તેમનું સમ્માન કરવામાં આવ્યું હતુ. જ્યારે કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતુ.