Ahmedabad: વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને સહકારી અગ્રણી વજુભાઈ ડોડીયાનું નિધન, ટૂંકી માંદગી બાદ લીધા અંતિમ શ્વાસ

ટૂંકી માંદગી બાદ તેમણે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. વજુભાઈ ડોડીયાના નિધનના સમાચાર મળતા જ વિરમગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 21 Oct 2025 08:59 AM (IST)Updated: Tue, 21 Oct 2025 10:52 AM (IST)
former-viramgam-mla-and-cooperative-leader-vajubhai-dodiya-passes-away-in-ahmedabad-after-short-illness
HIGHLIGHTS
  • વજુભાઈ ડોડીયા માત્ર રાજકારણી જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રના પણ અગ્રણી નેતા હતા.
  • વિરમગામના વિકાસ માટે તેમણે કરેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે.

Ahmedabad News: વિરમગામ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને વિસ્તારના જાણીતા સહકારી આગેવાન વજુભાઈ ડોડીયાનું ગત મોડી રાત્રે દુઃખદ અવસાન થયું છે. ટૂંકી માંદગી બાદ તેમણે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. વજુભાઈ ડોડીયાના નિધનના સમાચાર મળતા જ વિરમગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વજુભાઈ ડોડીયા માત્ર રાજકારણી જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રના પણ અગ્રણી નેતા હતા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન લોકો માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને તેમની સાદગી તથા લોકસંપર્કને કારણે તેઓ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતા. વિરમગામના વિકાસ માટે તેમણે કરેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે.

વજુભાઈ ડોડીયાના નિધનના સમાચાર મળતા જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અસંખ્ય કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા. સૌએ તેમના આકસ્મિક નિધન પર ગમગીની વ્યક્ત કરી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પૂર્વ ધારાસભ્ય તરીકે વજુભાઈ ડોડીયાએ વિરમગામના રાજકીય અને સામાજિક જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમનો મોભાદાર સ્વભાવ અને લોકો પ્રત્યેની તેમની નિષ્ઠા હંમેશા યાદ રહેશે.

આજે સવારે નીકળશે અંતિમયાત્રા

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની અંતિમયાત્રા આજે સવારે તેમના નિવાસસ્થાન ખાતેથી નીકળશે. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સહકારી આગેવાનો, રાજકીય નેતાઓ અને સ્થાનિક લોકો જોડાઈને તેમને અંતિમ વિદાય આપશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શોકની લાગણી કરી વ્યક્ત

વિરમગામ વિઘાનસભા મતવિસ્તારના પુર્વ ઘારાસભ્ય અને સહકારી આગેવાન વજુભાઇ ડોડીયાનું ગત મોડી રાત્રે અવસાન થયાના સમાચાર મળ્યા છે.તેઓ ટુંકી માંદગીથી પિડાઈ રહ્યા હતા તેમના નિઘનના સમાચાર મળતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીએ દુખની લાગણી વ્યકત કરી છે. જગદીશભાઇ વિશ્વકર્માજીએ જણાવ્યું કે, પક્ષે એક પાયાનો કાર્યકર ગુમાવ્યો છે સ્વ. વજુભાઇ ડોડીયાજીએ ધારાસભ્ય તરીકે તેમજ સહકારી આગેવાન તરીકે ખૂબ જ ઉમદા કામગીરી કરી છે. તેઓ તેમની સાદગી અને લોકસંપર્કને કારણે તેમના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા.તેમણે વિરમગામના ઘારાસભ્ય તરીકે રાજકીય અને સામાજીક જીવનમા મહત્વપુર્ણ કાર્યો કર્યા છે તેમના સ્વભાવ અને જન સેવાકીય કાર્ય પ્રત્યે તેમની નિષ્ઠા હમેંશા યાદ રહેશે. તેમના નિઘનના સમાચારથી દુખની લાગણી વ્યકત કરુ છે અને ઇશ્વરને પ્રાર્થના કે તેમના પરિવારમાં અચાનક આવેલ દુખની ઘડીમાં દુખ સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે અને તેમના દિવ્યઆત્માને અક્ષરઘામનું સુખ આપે..