Ahmedabad News: રાજ્ય સરકારે નાગરિકોની સુવિધાઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને વધારે ઝડપી બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેથી હવે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં આગ લાગવા સંબંધિત ઘટના બને તો તે સમયે 101ને બદલે માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે. અત્યાર સુધી પોલીસ અને એમ્બ્યુલન્સ માટે ઉપયોગમાં લેવાતા ડાયલ 112 નંબર સાથે ફાયર બ્રિગેડ સેવાને જોડી દેવાઇ છે.
કઈ કઈ મનપામાં નિયમ લાગૂ
આ નવી વ્યવસ્થાનો આરંભ રાજ્યની 6 મોટી મહાનગરપાલિકાઓમાં કરવામાં આવ્યો છે. અત્યાર અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, જામગર અને ભાવનગરમાં કરવામાં આવ્યો છે. પ્રારંભિક તબક્કે જો કોઈ નાગરિક જૂના 101 નંબર પર કોલ કરશે. તો પણ કોલ ઓટોમેટિક ટ્રાન્સફર થઈને 112 કંટ્રોલ રુમ સાથે જ જોડાઈ જશે.
ડાયલ 112 પર કોન્ટેક્ટ કરવાનો રહેશે
પરંપરાગત મેન્યુએલ અને વોઈસ આધારિત સિસ્ટમમાંથી આ નવો ફેરફાર ફાયર બ્રિગેડની કામગીરીને વધારે હાઇટેક બનાવશે. નવી સિસ્ટમ દ્વારા ફાઈટરની ગાડીઓનું રિયલ ટાઈમ ટ્રેકિંગ શક્ય બનશે. કોલ મળતાની સાથે જ નજીકની ફાયર ટીમ ઘટનાસ્થળે ઝડપથી પહોંચી શકશે. ઘટનાસ્થળ, મુસાફરીનો સમય, અને સંસાધનોની જરૂરિયાત અંગેનો સચોટ ડેટા કંટ્રોલ રૂમને મળશે.
વર્ષના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં અમલી બનશે
પ્રથમ તબક્કામાં 6 મહાનગરપાલિકાઓને આવરી લીધા બાદ, વર્ષના અંત સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આ 'ઓલ-ઇન-વન'ડાયલ 112 સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે. આ સુધારાથી સમગ્ર રાજ્યમાં વધુ સુવ્યવસ્થિત અને અસરકારક ફાયર ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ ઉભી થશે.
