અમદાવાદમાં દુબઈ જેવો નજારો: કાંકરિયામાં શરૂ થશે ભવ્ય લાઈટ એન્ડ મ્યુઝિકલ ફાઉન્ટેન શો, જાણો અમદાવાદીઓને શું મળશે નવું નજરાણું?

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર, કાંકરિયા ખાતે પાણીના ફુવારા, સંગીત અને લેસર લાઈટિંગના અદભૂત સંકલનથી આ શો તૈયાર કરાશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 01 Mar 2026 09:09 AM (IST)Updated: Sun, 01 Mar 2026 09:10 AM (IST)
dubai-like-view-in-ahmedabad-a-grand-light-and-musical-fountain-show-will-begin-in-kankaria

Ahmedabad News: સ્માર્ટ સિટી અમદાવાદના પ્રવાસન સ્થળોને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અત્યાધુનિક ટેકનોલોજી અને હેરિટેજના સંગમ સમાન ‘લાઈટ એન્ડ મ્યુઝિકલ મલ્ટીમીડિયા ફાઉન્ટેન શો’ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹5.54 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જે અમદાવાદીઓ અને બહારથી આવતા પર્યટકો માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે.

દુબઈની તર્જ પર ફાઉન્ટેન શોની રોશની

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર, કાંકરિયા ખાતે પાણીના ફુવારા, સંગીત અને લેસર લાઈટિંગના અદભૂત સંકલનથી આ શો તૈયાર કરાશે.

  • શોનો સમય: દરરોજ સાંજે 7 વાગ્યા પછી 15-15 મિનિટના કુલ ચાર સ્લોટમાં આ શો યોજાશે.
  • વિશેષતા: પાણીના પડદા (Water Screen) પર મનોહર દૃશ્યાવલિ રજૂ કરવામાં આવશે. આ શોમાં હેરિટેજ થીમ અને આધુનિક ગ્રાફિક્સનો ઉપયોગ કરી પર્યટકોને મંત્રમુગ્ધ કરવામાં આવશે.

બાળકો માટે ‘કેન્ડી મ્યુઝિયમ’ અને થીમ પાર્ક

માત્ર મોટાઓ માટે જ નહીં, પણ બાળકો માટે પણ AMC એ મોટી યોજના બનાવી છે. કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં 4,133 ચો.મી. વિસ્તારમાં ₹10 કરોડના ખર્ચે ‘કેન્ડી મ્યુઝિયમ’ (કેન્ડી વર્લ્ડ) બનાવવામાં આવશે.

  • સુવિધાઓ: આ થીમ પાર્કમાં કેન્ડી થીમ આધારિત એન્ટ્રી ગેટ, ટિકિટ વિન્ડો, ફૂડ ઝોન અને બાળકો માટેની નવી રાઈડ્સ હશે.
  • આવકનો સ્ત્રોત: આ પ્રોજેક્ટ પીપીપી (PPP) મોડેલ પર ખાનગી એજન્સીને સોંપાશે. જેનાથી કોર્પોરેશનને વાર્ષિક ભાડા ઉપરાંત કુલ આવકના 35 ટકા રેવન્યુ શેરિંગ પેટે મળશે. આ પ્રોજેક્ટ આગામી એક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.

પ્રવાસનને વેગ આપવા ‘ટુરીઝમ ડેવલપમેન્ટ સોસાયટી’ની રચના

અમદાવાદમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ‘અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ટુરીઝમ ડેવલપમેન્ટ સોસાયટી’ નામના ટ્રસ્ટની રચનાને મંજૂરી અપાઈ છે.

  • ચેરમેન: મ્યુનિસિપલ કમિશનર આ ટ્રસ્ટના ચેરમેન રહેશે.
  • કામગીરી: આ કમિટી શહેરના મુખ્ય જોવાલાયક સ્થળો (કાંકરિયા, અટલ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ, જગન્નાથ મંદિર વગેરે) ની યાદી બનાવી ત્યાં સ્વચ્છતા, પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા અને પ્રવાસીઓની સુવિધા પર દેખરેખ રાખશે.

રાજ્ય સરકારનું પીઠબળ અને બજેટ

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી બજેટ ફાળવવામાં આવ્યું છે. હેરિટેજ કમિટી સાથે મળીને અમદાવાદના જૂના અને નવા પ્રવાસન સ્થળોને પર્યટકો માટે વધુ આરામદાયક અને સુંદર બનાવવાની બહાલી આપવામાં આવી છે. કાંકરિયામાં નવી આધુનિક રાઈડ્સ અને ફોટોગ્રાફી માટેના ખાસ પોઈન્ટ્સ પણ તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ હવે માત્ર બિઝનેસ હબ જ નહીં, પરંતુ એક પર્યટન હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. કાંકરિયા ખાતેના આ નવા પ્રોજેક્ટ્સથી ન માત્ર શહેરીજનોના મનોરંજનમાં વધારો થશે, પરંતુ AMC ને આર્થિક રીતે પણ મોટો ફાયદો થશે. ટૂંક સમયમાં જ અમદાવાદીઓને કાંકરિયામાં રાત્રિના સમયે રોશની અને સંગીતનો જાદુઈ અનુભવ મળશે.

બાલવાટિકાની આકર્ષક રાઈડ્સ અને પ્રવૃત્તિઓ

ક્રમ રાઈડ્સ / પ્રવૃત્તિનું નામ વિશેષતા / ક્ષમતા
એન્ટ્રી ગેટ બે આકર્ષક એન્ટ્રી ગેટ
આવન-જાવન ક્ષમતા ૨૦૦૦ થી ૨૨૦૦ વ્યક્તિઓ સહેલાઈથી
કાંકરિયા લેક નજારો આખા કાંકરિયા લેકનો સુંદર નજારો જોવા મળશે
જમ્પિંગ એડવેન્ચર એકસાથે ૪ બાળકો
એક્સ-વોરિયર બાળક (સેલ્ફ ડ્રાઈવ)
રોયલ રાઈડ ૨ બાળકો
રોબોટ (મૂવિંગ એક્ટિવિટી) ૧ વ્યક્તિ
હેપી રિંગ એટેન્ડન્ટ સાથે ૧ વ્યક્તિ
ડાયનાસોર ટ્રેન ૮ બાળકો
૧૦ કોઈન્સ હાઉસ ફ્રી એક્ટિવિટી
૧૧ શૂ હાઉસ ફ્રી એક્ટિવિટી
૧૨ ડાયનાસોર પાર્ક મૂવમેન્ટ એન્ડ સાઉન્ડ (૧૪ થી ૧૮)
૧૩ બટર ફ્લાઈ પાર્ક (AC) ૫ વ્યક્તિ
૧૪ કિડ્સ ગો કાર્ટ ૪ બાળકો
૧૫ હરણ ટ્રેન (મૂવિંગ એક્ટિવિટી) ડ્રાઈવર સાથે ૭ વ્યક્તિ
૧૬ મિરર હાઈસ (AC) એસી સુવિધા સાથે
૧૭ વેક્સ મ્યુઝિયમ ૧૫ વ્યક્તિ
૧૮ ઈલ્યુઝન હાઉસ (AC) ૧૨ વ્યક્તિ
૧૯ લેઝી રિવર ૧૫ મિની બોટ ૫ બાળકો
૨૦ ગ્લાસ ટાવર ૪૦ વ્યક્તિ
૨૧ ભુલભુલૈયા ૧૦ વ્યક્તિ આવન-જાવન
૨૨ મડ બાઈક ૬ વ્યક્તિ (સેલ્ફ ડ્રાઈવ અને માટીની મજા)
૨૩ VR રિયાલિટી (AC) ૨૦ ગેમ્સ + બાળકો માટે બમ્પર કાર
૨૪ સ્નો પાર્ક (નભો દર્શન) બરફની દુનિયામાં નવ ગ્રહની સફર
૨૫ ફ્લાઈંગ થિયેટર (AC) ૮ વ્યક્તિ
૨૬ મિરર મેઈઝ (AC) ૭ વ્યક્તિ
૨૭ એડવેન્ચર રાઈડ ૬ બાળકો
૨૮ સેલ્ફી ઝોન ફ્રી એક્ટિવિટી
૨૯ ગ્લો સ્ટેશન ફ્રી એક્ટિવિટી
૩૦ લેન્ડ સ્કેપ ગાર્ડન ફ્રી એક્ટિવિટી