Dhruvin Shah and Kinjal Dave: ગુજરાતી સંગીત જગતની લોકપ્રિય સિંગર કિંજલ દવે અને જાણીતા કલાકાર ધ્રુવિન શાહ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. તારીખ 20 ડિસેમ્બરની રાત્રે અમદાવાદના YMCA ક્લબ ખાતે કપલનું ગોળધાણા ફંકશનના રિસેપ્શનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી કલાકાર, ગુજરાતી એક્ટર-એક્ટ્રેસ તેમજ ઈન્ફ્લુએન્સર અને રાજકીય નેતાઓએ પણ હાજરી આપી હતી.
કિંજલ દવેનો વીડિયો વાયરલ થયો
રિસેપ્શન દરમિયાન ધ્રુવિન શાહ અત્યંત કાળજીપૂર્વક કિંજલ દવેની સાડીનો પાલવ સરખો કરતો જોવા મળી રહ્યો છે. આ નાનકડી પણ પ્રેમાળ ક્ષણે સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
ફેન્સની પ્રતિક્રિયા
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સે પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. નેટિઝન્સ ધ્રુવન શાહની આ ચેષ્ટાને 'જેન્ટલમેન' વર્તન ગણાવી રહ્યા છે. ચાહકો કિંજલ અને ધ્રુવિન વચ્ચેની પ્રોફેશનલ અને પર્સનલ મિત્રતાના વખાણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તેમના ભરપૂર વખાણ પણ કર્યા હતા.
ગુજરાતના સ્ટાર
કિંજલ દવે અને ધ્રુવન શાહ બંને યુવા પેઢીમાં ખૂબ જ લોકપ્રિય છે. કિંજલ દવે તેના પાવરફુલ સ્ટેજ પર્ફોર્મન્સ માટે જાણીતી છે, જ્યારે ધ્રુવન શાહ તેના યુનિક કન્ટેન્ટ અને સ્ટાઈલ માટે ફેમસ છે. આ બંને સ્ટાર્સ જ્યારે એક જ ફ્રેમમાં જોવા મળે છે, ત્યારે તેમના ફેન્સ માટે તે કોઈ ટ્રીટથી ઓછું હોતું નથી.
