Monsoon Destinations Near Ahmedabad: ચોમાસામાં બનાવી લો અમદાવાદ નજીકના આ ટોચના સ્થળો, મેળવી લો ડિટેલ્સ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 14 Sep 2024 12:35 PM (IST)Updated: Sat, 14 Sep 2024 12:35 PM (IST)
destinations-or-hill-stations-to-visit-near-ahmedabad-this-monsoon

Places To Visit Near Ahmedabad During Monsoon: ચોમાસાની સિઝનમાં ફરવા કંઈક અલગ જ મજા હોય છે. ચોમાસામાં લીલાછમ ડુંગરો અને આનંદમય વાતાવરણ પ્રવાસીઓને આકર્ષિત કરતા હોય છે. ત્યારે આજે અમે તમને અમદાવાદ નજીકના આ ટોચના સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છે. જ્યાં તમે પરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. જાણો.

ચોમાસામાં અમદાવાદની નજીક ફરવા લાયક સ્થળો

અડાલજ સ્ટેપવેલ (Adalaj Stepwell)

અમદાવાદથી આશરે 20 કિલોમીટર દૂર અડાલજ સ્ટેપવેલ, અડાલજ વાવ તરીકે ઓળખાય છે. આ ઐતિહાસિક આર્કિટેક્ચરલ અજાયબી ચોમાસામાં શાનદાર અનુભવ પ્રદાન કરે છે.

  • સ્ટેપવેલની અનન્ય આર્કિટેક્ચર અને જટિલ કોતરણીને એક્સપ્લોર કરો.
  • નજીકના હર્ષત માતા મંદિરની મુલાકાત લો.
  • કેવી રીતે પહોંચવું: અડાલજ સ્ટેપવેલ અમદાવાદથી આશરે 20 કિલોમીટર દૂર છે. પ્રાઈવેટ અથવા સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને એક કલાકની અંદર માર્ગ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.

અક્ષરધામ મંદિર, ગાંધીનગર (Akshardham Temple, Gandhinagar)

naidunia_image

અમદાવાદથી 30 કિલોમીટર દૂર ગાંધીનગરમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત એક આધ્યાત્મિક આનંદ છે. ચોમાસા દરમિયાન હિંદુ પૌરાણિક કથાઓનું વર્ણન કરતો લેસર વોટર શો વધુ રોમાંચક બની જાય છે.

  • ભવ્ય અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ તેના સુંદર સ્થાપત્યને નિહાળો.
  • શાનદાર વોટર શો જુઓ.
  • ઓન-સાઇટ એક્ઝિબિશનની મુલાકાત લઈ બગીચાને એક્સપ્લોર કરો.

ગાંધીનગર અમદાવાદથી માત્ર 27 કિલોમીટર દૂર છે અને એક કલાક કરતાં ઓછા સમયમાં રોડ માર્ગ દ્વારા પહોંચી શકાય છે.

થોળ તળાવ (Thol Lake)

naidunia_image
Image: gujarat tourism

અમદાવાદથી અંદાજે 30 કિલોમીટરના અંતરે આવેલ થોળ તળાવ પક્ષી નિરીક્ષકો માટે સ્વર્ગ છે. ચોમાસા દરમિયાન પાણીથી છલકાઈ જતું સરોવર યાયાવર પક્ષીઓને આકર્ષે છે.

થોળ પક્ષી અભયારણ્યમાં પક્ષી નિહાળવાનો આનંદ લો. તળાવ પાસે શાંત પિકનિકની મજા માણો. અમદાવાદથી થોળ તળાવ લગભગ 30 કિલોમીટર દૂર છે. અહીં લગભગ એક કલાકની કાર સવારી દ્વારા પહોંચી શકાય છે.

નળસરોવર પક્ષી અભયારણ્ય (Nalsarovar Bird Sanctuary)

naidunia_image
Image: gujarat tourism

અમદાવાદથી લગભગ 65 કિલોમીટર દૂર આવેલું નળસરોવર પક્ષી અભયારણ્ય એવિયન ઉત્સાહીઓ માટે બીજું આશ્રયસ્થાન છે. અહીં, ચોમાસાની ઋતુમાં પક્ષીઓની વસ્તી મોટો વધારો જોવા મળે છે. નળસરોવર તળાવ પર બોટ રાઈડનો આનંદ માણો. ખાસ કરીને વહેલી સવારના સમયે પક્ષી નિરીક્ષણ કરવા પહોંચો.

પાવાગઢ ટેકરી (Pavagadh Hill)

અમદાવાદથી 140 કિલોમીટર દૂર આવેલ પાવાગઢ હિલ વાદળોની વચ્ચે રોમાંચક રોપવે રાઈડનો આણંદ માણવા માંગતા લોકો માટે શાનદાર સ્થળ છે. અહીં ટોચ પર ઐતિહાસિક કાલિકા માતાનું મંદિર આવેલું છે. જ્યાં લાખો ભક્તો માતાજીના આશીર્વાદ માટે પહોંચે છે.

  • હિલટોપ સુધી રોપ-વે રાઈડ લઈ ઐતિહાસિક કાલિકા માતા મંદિરની મુલાકાત લો.
  • ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને એક્સપ્લોર કરો.