RTE: બાળકના લિવિંગ સર્ટીમાં મોડુ થાય તો પણ પ્રવેશ આપવા સ્કૂલોને સૂચના, બાલવાટિકામાં પ્રવેશ ન લીધો હોય તેમને પણ પ્રવેશ આપવો ફરજિયાત

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 19 Apr 2024 12:55 PM (IST)Updated: Fri, 19 Apr 2024 12:55 PM (IST)
deo-instructs-schools-to-admit-child-even-if-his-living-certificate-is-late-for-rte

RTE Admission Process: રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે, RTE એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ ફાળવવામાં આવ્યો છે. હાલમાં બાલવાટિકામાં પરીક્ષા અને પરિણામની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદ શહેર DEO દ્વારા સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે, બાળકની લિવિંગ સર્ટીમાં મોડુ થાય તો પણ પ્રવેશ આપી દેવાનો રહેશે. આ ઉપરાંત બાલવાટિકામાં પ્રવેશ ન લીધો હોય તેમને પણ પ્રવેશ આપવો ફરજિયાત છે.

RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં 25% મુજબ ધોરણ 1માં પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ 15મી એપ્રિલના રોજ યોજાયો હતો. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. પહેલાં રાઉન્ડના એડમિશન અંગે અમદાવાદ શહેર DEO દ્વારા ખાનગી શાળાના આચાર્યને સુચના આપવામાં આવી છે કે, જે બાળક જે-તે શાળામાં બાલવાટિકામાં હોય અને એ જ શાળામાં ધોરણ 1માં પ્રવેશ મળ્યો હોય તો શાળાઓએ એનો એજ G.R નંબર S.S.Aના ઓનલાઈન પોર્ટલમાં દર્શાવવાનું રહેશે તેમજ લિવિંગ સર્ટી (LC) આપવાની જરૂર પડશે નહીં.