અમદાવાદ: રાહુલ ગાંધીના નજીકના અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ અવસાન

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ અને રાહુલ ગાંધીના નજીકના નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 10 Oct 2026 12:08 PM (IST)Updated: Sat, 10 Oct 2026 12:08 PM (IST)
deepak-babaria-congress-leader-passes-away-gujarat-politics-news

Deepak Babaria passes away: ગુજરાત કોંગ્રેસ માટે મોટા દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતા અને રાહુલ ગાંધીના નજીક ગણાતા નેતા દીપક બાબરિયાનનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. જેને પગલે રાજકીય આલમમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમણે 53 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષને ગુજરાતમાં મજબૂત કરવા માટે વિવિધ સ્તરે મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. વર્ષ 2020માં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ શારીરિક અસ્વસ્થતાના કારણે તેઓ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા.

કોંગ્રેસ નેતા દીપક બાબરિયાની રાજકીય સફર

ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા દીપક બાબરીયાએ ઇન્ડસ્ટ્રીયલ યુનિયન અને શ્રમિકોના પ્રશ્નોને વાચા આપીને રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી. સ્વ દીપક બાબરિયા કોંગ્રેસના મોટા નેતા સ્વ.અહેમદ પટેલના સૌથી વિશ્વાસુ અને નજીકના સહયોગી હતા. તેમની પાસે બારીક સુઝબુઝ અને નીતિ-વ્યૂહરચના બનાવવાની અદ્ભુત ક્ષમતા હતી.

વર્ષ 1984માં તેમને સરખેજ વિધાનસભાની કોંગ્રેસનની ટિકીટ ફાળવાઈ હતી. પરંતુ તેમની છેલ્લી ક્ષણે ટિકિટ કપાતાં તેઓએ ચૂંટણી રાજકારણમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જ્યારે તેમને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા, ત્યારે તેમની સંગઠનાત્મક વ્યુહરચનાના બળે જ કોંગ્રેસે ભાજપને માત આપીને કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.

રાજકીય નેતાઓએ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ

સ્વ. દીપક બાબરીયાનું લાંબી બિમારી બાદ નિધન થતાં ગુજરાત કોંગ્રેસમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગુજરાતના મોટા રાજકીય નેતાઓ સહિત કાર્યકર્તાઓ સ્વ દીપક બાબરિયાના અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તેમજ શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમરેલીના કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનું પણ નિધન થયું છે. આથી કોંગ્રેસના બે મોટા નેતાઓના નિધન થયા છે.