CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

અમદાવાદના ગોતા ખાતે કાંચી કામાકોટિ પીઠમના 70મા પીઠાધિપતિ જગદ્ગુરુ શંકરાચાર્યશ્રીના સાનિધ્યમાં આયોજિત પૂર્ણાહુતિ હવનમાં CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 11:58 AM (IST)Updated: Thu, 05 Nov 2026 11:58 AM (IST)
cm-bhupendra-patel-meets-kanchi-shankaracharya-vijayendra-saraswati-in-ahmedabad

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા ખાતે મૂળામ્નાય સર્વજ્ઞ કાંચી કામાકોટિ પીઠમના 70મા પીઠાધિપતિ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

પૂજ્ય શંકરાચાર્યશ્રીના સાનિધ્યમાં અમદાવાદ ના ગોતા ખાતે આયોજિત પૂર્ણાહુતિ હવનમાં મુખ્યમંત્રીશ્રી સહભાગી થયા હતા. તેમણે યજ્ઞશાળા મંડપમ ખાતે પૂજ્ય શંકરાચાર્યશ્રી સાથે સંવાદ સાધીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી મહાસ્વામીજીએ 28 ફેબ્રુઆરી, 2018ના રોજ પીઠાધિપતિ પૂજ્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીજીના વિદેહમુક્તિ બાદ 70મા પીઠાધિપતિ તરીકેની જવાબદારી સંભાળી છે.

કાંચીપુરમ સ્થિત કાંચી કામાકોટિ પીઠમ ભારતીય સનાતન પરંપરા અને વૈદિક સંસ્કૃતિના સંવર્ધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે પૂર્વ શિક્ષણ મંત્રી અને વરિષ્ઠ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રીમતી માયાબેન કોડનાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.