Ahmedabad Demolition Policy 2026: જૂનું મકાન તોડવાનું વિચારો છો? નવી પોલિસી હેઠળ આ નિયમોનું પાલન કરવું પડશે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026ની જાહેરાત કરવામાં આવી છે. જાણો સંપૂર્ણ માહિતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 10:22 AM (IST)Updated: Thu, 05 Nov 2026 10:22 AM (IST)
ahmedabad-new-sustainable-demolition-policy-2026-amc-building-rules-daylight-work

Ahmedabad Demolition Policy 2026: અમદાવાદ શહેરમાં રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને જૂનવાણી બાંધકામો તોડવાની કામગીરીઓ સતત ચાલતી હોય છે. આ કામગીરી વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026ની જાહેરાત કરવામાં આવી છે. મનપાની નવી પોલિસી પ્રમાણે, હવે શહેરમાં કોઈ પણ જૂનુ મકાન કે બાંધકામ તોડતા પહેલા ચોક્કસ નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે. જેમાં ડિમોલિશનની કામગીરી માત્ર દિવસ દરમિયાન કરવાની મંજૂરી મળશે,

7 દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત

અમદાવાદ મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલના જણાવ્યા પ્રમાણે હવે જૂના મકાનો કે બાંધકામ તોડતાં પહેલા AMCની ઓફિસમાં 7 દિવસ અગાઉ જરુરી દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ જમા કરાવીને જાણ કરવાની રહેશે. અત્યાર સુધી ડિમોલિશનને લઈને કોઈ સ્પષ્ટ નીતિ-નિયમો ન હોવાથી અણઘડ રીતે તોડફોડ કામગીરીના લીધે શહેરના જાહેર માર્ગો પર દબાણ, ટ્રાફિક અને વાયુ પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાતી જેથી તેના ત્વરિત નિકાલના ભાગરુપે મનપાએ નિર્ણય લીધો છે.

15 ટકા કાટમાળનો પુનવપરાશ

મનપાની નવી પોલિસી પ્રમાણે, પર્યાવરણની સુરક્ષા અને રિસાઈક્લિંગની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે, ઉંચી શ્રેણીમાં આવતા મોટા બાંધકામોની તોડફોડ કામગીરી દરમિયાન નીકળેલા કાટમાળમાંથી ઓછામાં ઓછો 15 ટકા કાટમાળનું રિસાઈક્લિંગ કરવાનું રહેશે. જોકે, તેનાથી નવા બાંધકામની ગુણવત્તા પર કોઈ અસર પડવી જોઈએ નહીં. તેવું પોલિસીમાં સ્પષ્ટ છે.

મનપા દ્વરા જીપીએમસી એક્ટ અને ટીપી અધિનિયમ હેઠળ આવતા સરકારી કે માન્ય ડિમોલિશનને આ પોલિસીમાંથી મુક્તિ આપવામાં આવી છે . આ પોલિસી મિલકત માલિકો, બિલ્ડરો, ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરો અને ડિમોલિશન એજન્સીઓને સીધી લાગુ પડશે.

નવી પોલિસીની મુખ્ય જોગવાઈઓ

  • ડિમોલિશનની કામગીરી માત્ર દિવસના સમયે જ કરી શકાશે. રાત્રિના સમયે સાઇટ પર લાઈટિંગની પૂરી વ્યવસ્થા રાખવી પડશે.
  • કામગીરી દરમિયાન ડસ્ટ બેરિયર, વિન્ડશિલ્ડ, પાણીનો સતત છંટકાવ અને રસ્તાઓની નિયમિત સફાઈ ફરજિયાત રહેશે.
  • ડિમોલિશનથી ઉત્પન્ન થતો કાટમાળ ઢાંકીને રાખવો પડશે અને 48 કલાકની અંદર પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચાડવાનો રહેશે.
  • શ્રમિકો માટે હેલ્મેટ, સેફ્ટી બૂટ, સેફ્ટી નેટ અને બેરિકેડિંગ કમ્પલસરી રહેશે. હાઈરાઈઝ બાંધકામ તોડતી વખતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની હાજરી અનિવાર્ય છે.