Green Home - Healthy Society On PM Modi's 76th Birthday:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત 'હરિત ઘર - સ્વસ્થ સમાજ' અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ લાખાણીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત 76000 કિચન ગાર્ડનના છોડ વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
વડાપ્રધાનના 76મા જન્મ દિવસથી એક મહિનો ચાલનારા સેવા સંકલ્પ અભિયાનનો ઉલ્લેખ કરવા સાથે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવા આહવાન આપ્યું હતું.મુખ્યમંત્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદન અને સેવાઓનું પ્રદર્શન -વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન: કિચન ગાર્ડનના 76000 રોપા વિતરણના આ અનોખા અભિયાન માટે 'ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ' દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
વિશિષ્ટ પ્રભાવશાળી સન્માન: વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર સર્વેશ્રી રંગદત્ત જોશી, વિજય ડોબરિયા તથા સોહિલ પટેલનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.
સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન: પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપ્સના પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સની મુલાકાત લઈ યુવાનોને બિરદાવ્યા હતા.
વિશ્વમાં અને ભારતમાં વસતા ગુજરાતીઓ વતી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ એસ લખાણી એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદન અને સેવાઓનું પ્રદર્શન -વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.આ સમારંભમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
